For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોંગ્રેસ 9 ઓગસ્ટથી નવા સભ્યોની ભરતી ઝુંબેશ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 જુલાઇ : ગુજરાતમાં કોંગ્રેસે સંગઠનને મજબુતી પ્રદાન કરવા નવા સભ્યોની નોંધણી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેનો પ્રારંભ આગામી સમયમાં ઓગસ્‍ટ ક્રાંતિ દિન એટલે કે 9 ઓગસ્‍ટ, 2014થી શરૂ થશે.

આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ પખવાડિયુ તમામ તાલુકા તથા જિલ્લા મથકોએ સભ્‍યો નોંધણી કરવામાં આવશે. આ ઝુંબેશ ચલાવી 15 લાખ સભ્‍યો નોંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. આ ઝુંબેશ 31 ડિસેમ્‍બર સુધી ચાલશે. આ પછી બીજા તબક્કામાં તમામ સ્‍તરે સંગઠનની ચુંટણી થશે જે લોકો વિધીવત રીતે પાર્ટીના સભ્‍ય બન્‍યા હશે તે જ ચુંટણી લડી શકશે અને મતદાન આપી શકશે.

gujarat-congress

ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લે વર્ષ 2011માં સભ્‍ય નોંધણી ઝુંબેશ ચલાવી હતી. તે સમયે કુલ 12 લાખ સભ્‍યો નોંધાયા હતા. આ વખતે વધુ 3 લાખના ઉમેરા સાથે 15 લાખ સભ્‍ય નોંધવાનું નકકી કરવામાં આવ્‍યુ છે.રાજય કક્ષાએ સભ્‍ય નોંધણી ઝુંબેશના સંકલનની જવાબદારી બાલુભાઇ પટેલને સોંપવામાં આવી છે.

નોંધનીય બાબત છે કે ગુજરાત કોંગ્રેસના સભાસદ બનવા માટે રૂપિયા 5 ફી રાખવામાં આવી છે. જો 15 લાખ સભ્‍યો નોંધાય તો સભ્‍ય ફી પેટે પાર્ટીને રૂપિયા 75 લાખની આવક થઇ શકશે.

ઝુંબેશના માર્ગદર્શન માટે તમામ જીલ્લા એકમોને પરિપત્ર મોકલી દેવામાં આવ્‍યા છે. હવે પછી જે સભ્‍ય બની રહયા છે તેની મુદત પાંચ વર્ષની રહેશે. તમામ શહેર-જિલ્લાઓમાં સભ્‍ય નોંધણી ઝુંબેશ માટે ઇન્‍ચાર્જની નિમણુંક કરવામાં આવશે.

છેલ્લી ધારાસભાની અને લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો દેખાવ અતિ નબળો રહયા બાદ પ્રથમ વખત સભ્‍ય નોંધણી ઝુંબેશ આવી રહી છે. પાર્ટીમાં નવા લોહીનો પ્રવેશ થવાથી નવુ જોમ આવશે તેવી કાર્યકરોને આશા છે.

English summary
Gujarat Congress will start new members recruitment drive from August 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X