For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં કપાસના ભાવને લઇને ખેડૂતે કરી આત્મહત્યા, શું મોદી કરશે મદદ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજકોટ, 18 ડિસેમ્બર: ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. 21 વર્ષના અરવિંદ ભાઇ ભૂપતિએ પહેલાં ઝેર અને પછી પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ગંભીર રીતે દાઝ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદભાઇ પોતાના કપાસનો યોગ્ય ભાવ ન મળવાના લીધે ખૂબ દુખી હતા. અરવિંદભાઇનો પરિવાર ખેતીનું કામ કરે છે. ગત કેટલાક દિવસોથી ગુજરાતમાં કપાસના સારા ભાવ ન મળતાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકારના પ્રયત્નો બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ખેડૂતોની મ્માંગ છે કે તેમને સારો ટેકાનો ભાવ આપવામાં આવે.

વિચિંયાના સબ-ઇંસ્પેક્ટર આરજે રામે જણાવ્યું હતું કે શરૂઆતી તપાસમાં જણાવ્યું હતું કે તેણે કપાસ માટે એમએસપી ન વધારવાના લીધે આત્મહત્યા કરી. તેમણે જણાવ્યું કે કેસની તપાસ ચાલુ છે. કપાસનું એમએસપી વધારવા માટે ખેડૂતો એક મહિનાથી હડતાળ પર છે.

anandiben-patel-farmer

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના લાલપુરમાં ખેડૂતોએ જોરદાર હંગામો કર્યો. ખેડૂતોએ કપાસની કિંમતને લઇને ગુજરાત સરકાર વિરૂદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આનંદીબેન સરકાર વિરૂદ્ધ નારેબાજી કરતાં કપાસના ટેકાના ભાવ વધારવા માટે અને તેમને વ્યાજબી ભાવ અપાવવાની માંગણી કરી હતી.

ગુજરાતના ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ન મળતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ રાજ્ય સરકાર વિરૂદ્ધ નારેબાજી કરતાં રસ્તા પર ઉતરી આવી જોરદાર હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના ઉપદ્રવને જોતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ગાડીઓ પર ખેડૂતોએ પથ્થરબાજી કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રદર્શન કરી રહેલા 55 ખેડૂતો અને કોગ્રેંસના નેતાઓની ધરપકડ કરી હતી. ખેડૂતોએ ગુજરાતના અરવલ્લીમાં મુખ્યમંત્રી આનંદીબેનના કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાની વાત કહી હતી.

ખેડૂતોની આત્મહત્યાને લઇને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પીએમ નરેન્દ્ર મોદી પર નિધાન સાધ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું, સૌરાષ્ટ્રમાં 21 વર્ષના ખેડૂત અરવિંદ ભૂપતિએ કપાસના ભાવ વધારવાની માંગને લઇને ખેડૂતોના સમર્થનમાં આત્મહત્યા કરી દિધી. શું પીએમ મોદી મદદ કરશે?

English summary
Rajkot Farmer's Boy Suicides To Hike Cotton Price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X