For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીઃ જાણો મોદી સહિત કોણે-કોણે કર્યુ મતદાન

|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 17 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મત આપવા માટે રાણીપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તેમણે પોતાના મતનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરહરિ અમીને મતદાન કર્યું.

વડોદરામાં કિરણ મોરેએ, અમદાવાદમાં પોલીસવડા ચિતરંજનસિંહે મતદાન કર્યું છે.કોંગ્રેસના પ્રચારનો ચહેરો બનેલી તુલિકા પટેલે વડોદરામાં, લિમખેડા ખાતે જશવંતસિંહ ભાભોરે, પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ કચ્છના માંડવીમાં અને ગોધરામાં ભાજપના ઉમેદવાર પ્રવિણસિંહ ચૌહાણે મતદાન કર્યું છે.અરૂણ જેટલી મતદાન કર્યું છે. ભાજપના સાંસદ હરિન પાઠકે મણિનગરમાં મતદાન કર્યું. રાધનપુરમાં ભાજપના નાગરજી ઠાકોરે મતદાન કર્યું. હિંમત નગરમાં પ્રફુલ્લ પટેલે મતદાન કર્યું.

કડી ખાતે હિતુ કનોડિયા, મહેશ અને નરેશ કનોડિયાએ મતદાન કર્યું છે.સિદ્ધાર્થ પટેલે ડભોઇમાં, આંનદીબેન પટેલે મતદાન કર્યું છે. નરેન્દ્ર મોદીના માતાએ મતદાન કર્યું. જયદ્રથસિંહ પરમારે મતદાન કર્યું, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર સી.કે. રાઉલજીએ મતદાન કર્યું. ગુજરાત સરકારમાં પ્રધાન ફકીરભાઈ વાઘેલાએ મતદાન કર્યું. પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહે મતદાન કર્યું છે.

રાજ્ય સરકારના પ્રધાન રમણલાલ વોરાએ મતદાન કર્યું. પ્રાંતિજમાં જયસિંહ ચૌહાણે મતદાન કર્યું. મુકેશ ગઢવીએ મતદાન કર્યું છે.દરિયાપુરમાં ગ્યાસુદ્દિન શેખે મતદાન કર્યું. યોગેશ પટેલે રાવપુરામાંથી મતદાન કર્યું છે. જંયત બોક્સીએ ચિખોદરામાં મતદાન કર્યું છે.

શંકરસિંહ વાઘેલા 8.17 વાગ્યા વાસણા ખાતે મતદાન કરવા આવ્યા હતા. હરેન પડ્યાંના પત્ની જાગૃતિ પડ્યાં નવી શારદા મંદિર ખાતે મતદાન કર્યુ છે. ભાચરગામે પરબત પટેલે મતદાન કર્યું છે, જ્યારે મણિનગર ખાતે નરેન્દ્ર મોદી સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટે મતદાન કર્યું છે. જયનારાયણ વ્યાસે વેજલપુરમાં મતદાન કર્યું છે.

બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઇને કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી રાણીપમાં મત આપતા હોય આજે 8 વાગ્યાથી મતદાતાઓ તેમને નિહાળવા અને મત આપવા માટે લાંબી લાઇન જોવા મળી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.

પ્રથમ તબક્કામાં 70.75 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 70.75 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

English summary
2nd phase voting of gujarat assembly election 2012 started and voter rush for voting. sankarsinh vagehla and jaynarayan vyas did his vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X