For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં ‘નિલોફર’નો ખતરોઃ દરિયાકાંઠે નંબર 2નું સિગ્નલ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 ઓક્ટોબરઃ અરબી સમુદ્રમાં હવાળનું દબાણ ઉભુ થતાં ચક્રાવાત સર્જાયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે સમગ્ર તટ વિસ્તારમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યુ્ં છે, તેમજ માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતાવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિલોફર નામનું આ વાવાઝોડું કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારમાં ત્રાટકી શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.

Nilofar-cyclone
વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર સતર્ક થઇ ગઇ છે. મુખ્ય સચિવ દ્વારા સંભવિત જોખમ સામેના સાવચેતીના પગલાની સમીક્ષા કરવામાં આવી છે. બપોરે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાવાની છે. જેમાં ઇમર્જન્સી રિસ્પોન્સ, રિલીફ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવાના છે. વાવાઝોડાની શક્યતાના કારણે માંગરોળની 350 જેટલી બોટ પરત ફરી હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર કચ્છમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે તંત્ર દ્વારા દિરયા કાંઠે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની 2500 જેટલી બોટ દરિયામાં ફસાઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વેરાવળ અંગે વાત કરવામાં આવે તો વેરાવળની કુલ 1700 જેટલી બોટ મધદરિયે છે. અમરેલી અને ભરૂચમાં પણ નંબર 2નું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લા કલેક્ટરોને સાબદા રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. એવી ધારણા છેકે નિલોફર વાવાઝોડું 120થી 145 કિ.મીની ઝડપે ગુજરાતના દરિયે ત્રાટકી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક પછી નિલોફર વાવાઝોડું ટર્ન લે તેવી સંભાવનાઓ છે. વાવાઝોડુ યમન તરફ ફંટાઇ રહ્યું હોવાથી હાલ પુરતો ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હોવાથી કચ્છના દિરયા કિનારે અને પાકિસ્તાનમાં વાવાઝોડું ત્રાટકી શકે છે, તેવી આશંકા વ્યક્ત કરાઇ છે.

નોંધનીય છેકે વાવાઝોડુ મુંબઇથી 1275 કિ.મી દૂર પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઇ જશે અને તેના કારણે રાજ્યભરમાં આગામી 4 દિવસ સુધી વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે, તેમજ વરસાદી ઝાપટાં પડી શકે છે.

English summary
With the approaching Cyclone Nilofar, Gujarat is gearing up to face the aftermath. The cyclone is said to have developed in the Arabian Sea and is likely to move toward Gujarat's coast within the next 48 hours. Some parts of Pakistan are also likely to be affected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X