For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ સિમેન્સ સેન્ટર ઓફ એક્સલન્સ માટે 817 કરોડની સહાય

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં 6 જેટલા સિમેન્સ સેન્ટર ઓફ એક્સલન્સ માટે મંજૂર કરવામાં આવેલી 817.50 કરોડ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ તથા સિમેન્સ ઇન્ડિયાના એમડી સમુન બોસ તથા વરિષ્ઠ સચિવો અને ઇજનેરી કોલેજોના વ્યાખ્યાતાઓ, વિદ્યાર્થીઓ અને સિમેન્સ ઇન્ડિયાના અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

anandiben-patel-gujarat
મુખ્યમંત્રીએ આ 6 સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ શિક્ષણ મેળવીને જોબપ્લેસમેન્ટ તેમજ નવા શોધ સંશોધનો ગુજરાતની યુવા કૌશલ્ય શક્તિ કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આનંદીબેન પટેલે એન્જીનીયરિંગ કોલેજોના આવા સેન્ટરો શરૂ થતાં રાજ્યમાં એન્જીનીયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા એન્જીનીયર્સની ઉદ્યોગમાં એમ્પ્લોયબિલિટી વધશે તેમજ વિશેષ કોર્ષ કરવા માટે ખાનગી સંસ્થાઓને મોટી ફી ચુકવવી નહીં પડે. સિમેન્સ દ્વારા આ માટે દરેક સેન્ટરમાં લેબોરેટરીના સાધનો અને સોફ્ટવેર પુરા પાડવામાં આવશે તેવી વિગતો આપી હતી.

ગુજરાત વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યુ છે અને વિપૂલ યુવા સંપદા ગુજરાતમાં છે ત્યારે આ સેન્ટર ઓફ એક્સલન્સના આધુનિક જ્ઞાનનો લાભ મેળવી યુવાશક્તિ વધુ સશક્ત-પાવરફૂલ થશે અને મેઇક ઇન ઇન્ડિયાની નેમ પાર પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સિમેન્સ ઇન્ડિયાએ આ સેન્ટર ઓફ એક્સલન્સમાં અભ્યાસ માટે જરૂરતમંદ વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે 36 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી તેને આવકારતા કહ્યું કે જે યુવા શક્તિ પાસે ધગશ-કૌશલ્યક્ષમતા છે પરંતુ આર્થિક સ્થિતિ નબળી છે તેમને આ સ્કોલરશીપ ઉચ્ચ અભ્યાસની તક પૂરી પાડશે.

આ તકે ઉર્જામંત્રી સૌરભ પટેલે આ સેન્ટર ઓફ એક્સલન્સની ઉપયોગિતા અને ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, ઇજનેરી વિદ્યાશાખામાં ઉચ્ચ તજ્જ્ઞતા પ્રાપ્ત શિક્ષણ માટે આ 6 સેન્ટર ઓફ એક્સલન્સ સમગ્રતયા 817 કરોડના ખર્ચે સ્થપાશે અને અંદાજે 69 હજાર ઉપરાંત યુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે. આ 6 સેન્ટર ઓફ એક્સલન્સમાં મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જી. અને રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સરકારી ઇજનેરી કોલેજ-પાટણ, ભાવનગર અને રાજકોટ લખધીરસિંહ ઇજનેરી કોલેજ મોરી અને સરકારી પોલિટેકનિક જામનગર ખાતે શરૂ કરવામાં આવશે અને સમગ્રતયા 7500 ચો.મી જગ્યામાં આ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના થવાની છે.

ગુજરાતમાં આ અગાઉ પાંચ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પંડિત દિનદયાળ યુનિવર્સિટી ખાતે, એલડી ઇજનેરી કોલેજ ખાતે, આઇઆઇઆઇટી રામ- અમદાવાદ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને સુરત ઇજનેરી કોલેજમાં કાર્યરત છે.

English summary
Gujarat Chief Minister today handed over a cheque of Rs. 817 crore as assistance from the state government for Siemens Centre of Excellence(SCE).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X