For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSHSEB દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮નું કેલેન્ડર જાહેર

GSHSEB દ્વારા શૈક્ષણિક વર્ષ 2017-18નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષે રાજ્યની સ્કૂલોમાં 246 દિવસનું શિક્ષણ કાર્ય અને 80 જાહેર રજાઓ રહશે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

GSHSEB દ્વારા શૈક્ષણિક વર્ષ 2017-18 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. 12 માર્ચથી 28 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા 12 માર્ચથી 18 માર્ચ 2018 વચ્ચે યોજાશે. 2017-18 ના શૈક્ષણિક સત્રમાં કુલ 80 દિવસની જાહેર રજા રહેશે જેમાં 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. GSHSEB દ્વારા આજે યાદી જાહેર કરવામાં આવી હતી. ચાલુ વર્ષનો શૈક્ષણિક સત્રનો 5 જૂનથી પ્રારંભ થશે. અને તેની સમાપ્તિ 15 ઓક્ટોબરના થશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 106 કાર્ય દિવસનો રહેશે.

GSHSEB

આ પછી 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. બીજું સત્ર શૈક્ષણિક સત્ર 6 નવેમ્બરથી શરુ થશે 30 એપ્રિલ દરમિયાન સુધી 140 કાર્ય દિવસનો રહેશે. ઉનાળુ વેકેશનનો સમય 1 મે 2018 થી 4 જૂન 2018 સુધીનો રહેશે. પ્રથમ સત્રમાં 8 જ્યારે બીજા સત્રમાં 11 જાહેર રજા આવશે. ધોરણ 10, 12 ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા 8 જુલાઇથી યોજાશે. ધોરણ 9 ની પ્રખરતા શોધ કસોટી 8 થી 10 ફેબુ્રઆરી 2018 દરમિયાન યોજાશે. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાનારી સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 14 ફેબુ્રઆરી 2018 થી યોજવામાં આવશે.

Read also : ઓવરલોડ મુસાફર ભરેલી રિક્ષા પલટી મારતા એકનું મોત, ૧૦ ગંભીરRead also : ઓવરલોડ મુસાફર ભરેલી રિક્ષા પલટી મારતા એકનું મોત, ૧૦ ગંભીર

શાળાકીય વાર્ષિક પરીક્ષા 5 થી 13 એપ્રિલ દરમિયાન લેવાશે. આ ઉપરાંત ગુજરાત શૈક્ષણિક બોર્ડે જુલાાઇ 2017 અને ડિસેમ્બર 2017 ના છેલ્લા સપ્તાહ દરમિયાન બોર્ડના પરીક્ષાર્થીઓ માટે શાળા કક્ષાએ આયોજન કરવાની પણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ધોરણ 10 અને ૧૨ પછી પ્રાપ્ય ઉચ્ચ અભ્યાસ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન પણ પ્રથમ સત્ર દરમિયાન યોજવામાં આવશે.

English summary
Gujarat : GSHSEB Announced Calendar for the Academic Year 2017-18. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X