For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Rain: ગુજરાતભરની તસવીરો, ક્યાંક એલર્ટ તો ક્યાંક ખુશી

|
Google Oneindia Gujarati News

ગુજરાતભરમાં વરસાદની મેધમહેર રોજ રોજ કોઇને કોઇ વિસ્તારમાં જોરદારની ફિલ્ડિંગ આપી રહી છે. વડોદરામાં પણ પાછલા બે દિવસથી ભારે વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. તો સુરતમાં પણ બારે મેધ ખાંગાને જેમ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ વરસાદે અંડરબ્રીજને પાણીમય બનાવ્યા છે. તો વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે લોકોને દેકારો બોલાવ્યો છે.

ત્યારે ગુજરાતમાં વરસાદના કારણે જગતનો તાત તેવો ખેડૂત કેટલાક વિસ્તારમાં ખુશ થયો છો તો ક્યાંક કેનાલમાં ગાબડા પડવાથી વગર વાંકે ખેડૂતોને ભોગવવાનું થયું છે. બીજી તરફ ગુજરાતના કેટલાક ડેમ ઓવરફ્લો થતા તોળાઇ રહેલા જયસંકટ સામે આશિક રાહત જોવા મળી છે તો કેટલાક ડેમના ઓવરફ્લો થવાથી એલર્ટ જાહેર કરીને તંત્રને સાબદુ કરાયું છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની પરિસ્થિતિ શું છે તે વિષે વિગતવાર જાણો અહીં...

વણાકબોરી ડેમ ઓવરફલો ગામોમાં ચેતવણી

વણાકબોરી ડેમ ઓવરફલો ગામોમાં ચેતવણી

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે પંચમહાલના કડાણા ડેમમાં પાણી છોડતા ખેડા જીલ્લાના વણાકબોરી ડેમમાં ઓવરફલો થયો હતો. જેની સીધી અસર ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામડામાં જોવા મળી છે. આથી બંને તાલુકાના 20 જેટલા ગામોના સરપંચ અને તલાટી ઓને સાવચેત રહેવા સૂચના આપી હતી. ત્યારે હાલ તો કાંઠા વિસ્તારના ગામલોકોના જીવ પડીકે બંધાયા છે.

મહિસાગર નદી બે કાંઠે

મહિસાગર નદી બે કાંઠે

તો પાદરાના મહિસાગર નદીના કીનારે આવેલા 15 ગામોના રહીશોને સાવચેતીના પગલા રૂપે સ્થળાંતર કરવા માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રને સાબદુ રહેવા સુચના આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે કડાણા ડેમમાં પાણીની ભયજનક સપાટી પાર કરી હતી. અને સાથે જ તેની એક ટરબાઇન ખોટવાઇ છે.

ભરૂચ નર્મદા નદીની સપાટી 20 ફૂટે પોહચી

ભરૂચ નર્મદા નદીની સપાટી 20 ફૂટે પોહચી

નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોડાયેલા પાણીના કારણે હાલ જળસપાટી 20 ફૂટે પહોંચી છે. જેના લીધે કેનાલ હેડના પાવર હાઉસના પાંચ ટર્બાઇન ચાલુ કરાયા છે. તો ઓમકારેશ્વર ડેમમાંથી ત્રણ લાખ પાંસઠ હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે.

સિઝનનો 55.07 ટકા

સિઝનનો 55.07 ટકા

નોંધનીય છે કે સિઝનનો 55.07 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યો છે. જે એક રીતે સારી વાત છે.

રાજસ્થાનના એર સર્કુયલેશનથી ગુજરાત તરબતર

રાજસ્થાનના એર સર્કુયલેશનથી ગુજરાત તરબતર

પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલાં અપર એર સરક્યુલેશનને કારણે સર્જાયેલાં લો પ્રેશરની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઇ રહ્યો છે.

સુરતમાં મેધમહેર

સુરતમાં મેધમહેર

સુરતમાં 10મી ઓગસ્ટે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતીઓના જણાવ્યા પ્રમાણે સુરતમાં આ સિઝનમાં પ્રથમવાર આટલો વરસાદ વરસ્યો છે. જોકે કોર્પોરેશને ઠેર ઠેર ખાડા ખોદેલા હોવાથી પાણી ભરાવાથી લોકો સવારમાં મુશ્કેલીમાં મૂકાયા હતા.

મોડાસામાં એક રાતમાં 6 ઇંચ વરસાદ

મોડાસામાં એક રાતમાં 6 ઇંચ વરસાદ

અરવલ્લીના મોડાસામાં બારે મેઘ ખાંગા થયા છે. અહી એક જ રાતમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્‍તારો જળબંબાકાર બન્યા છે. મોડાસાના કોલેજ રોડ અને રામપાર્ક વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. વરસાદનુ જોર એટલું હતું કે પાણી લોકોના ઘરમાં પણ ભરાઇ ગયા હતા.

English summary
Gujarat overall rain photos and news update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X