For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

અસ્થિર મગજની મહિલા તોડ્યું એટીએમ, નોટ બદલવા જતા ટપાલ ઓફિસમાં થઇ મારપીટ, ગુજરાતના આવા તમામ સમાચાર વિગતવાર વાંચો નીચે...

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

અમિત શાહઃ CM તરીકે મોદી કરતા પણ વધારે પ્રસિદ્ધી મેળવશે રૂપાણીઅમિત શાહઃ CM તરીકે મોદી કરતા પણ વધારે પ્રસિદ્ધી મેળવશે રૂપાણી

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વલસાડમાં ખાનગી હોસ્પિટલ જૂની નોટો મામલે દર્દીઓએ કર્યો હોબાળો

વલસાડમાં ખાનગી હોસ્પિટલ જૂની નોટો મામલે દર્દીઓએ કર્યો હોબાળો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક દર્દીને અત્યંત ગંભીર હાલતમાં વલસાડની લોટસ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે તેને સમયસર સારવાર ના મળતા દર્દીના પરિવારજનોએ દર્દીને સુરત ખસેડવા માંગ કરી હતી. તે સમયે હોસ્પિટલે પરિવારજનોને 7 હજાર રૂપિયાનું બિલ ભરવા જણાવતા તેમણે 500 અને એક એક હજારની નોટો આપી હતી, પરંતુ હોસ્પિટલ સંચાલકોએ તે ન સ્વિકારતા દર્દીના સગા અને હોસ્પિટલ તંત્ર વચ્ચે રકઝક થઈ હતી. જેમા હોસ્પિટલ તંત્રએ માંગ કરી હતી કે અમને જ્યારે નોટો સ્વીકારવા અંગે સર્ક્યુલર મળશે ત્યારે અમે સ્વીકારીશું.

કોડીનાર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બીજેપીની જીત

કોડીનાર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બીજેપીની જીત

ગીર સોમનાથનાં કોડીનાર નગરપાલિકાનાં વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં બીજેપીનાં ઉમેદવાર અશ્વિન ભાઈ બારડ બિન હરીફ રીતે ચૂંટાયેલા જાહેર થયાં. તેમનાં હરીફ ઉમેદવાર કૉંગ્રેસ નાં ઉમેદવાર બાલુભાઈ ચુડાસમાનાં ટેકેદારએ ટેકો પાછો ખેંચી લેતા તેમની ઉમેદવારી રદ્દ થઈ હતી. અને અશ્વિન ભાઇ બિન હરીફ ચૂંટાઇ આવ્યા હતા.

મેઘરજ પોસ્ટ ઓફિસમાં ટોળાની તોડફોડ

મેઘરજ પોસ્ટ ઓફિસમાં ટોળાની તોડફોડ

મેઘરજ પોસ્ટ ઓફિસમાં મંગળવારે સાંજ સુધીમાં રે સુધી યોગ્ય રીતે કામ ચાલતુ હતુ પરંતુ સાંજ થતા રૂપિયા બદલવા માટે પોસ્ટ ઓફિસમાં એક અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી પુરૂષોની જુદી લાઇન કરીને રૂપિયા 1,72,000ની રકમ ગ્રાહકોને બદલી આપવામાં આવી હતી. જોકે ચાલુ કામ દરમિયાન કેલાક ગ્રાહકોએ લાઇનમાં જ ધક્કા મુક્કી કરી દેતા હોબાળો થયો હતો અને ટોળાએ પોસ્ટ ઓફિસના કાચ તોડ્યા હતા જોકે પોલીસને જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી.

જામનગરમાં મહિલાએ એટીએમમાં કરી તોડફોડ

જામનગરમાં મહિલાએ એટીએમમાં કરી તોડફોડ

હાલમા લોકો એટીએમ તથા બેંકોની લાઇનમાં ઉભી રહીન ત્રસ્ત થઈ જતા હોય છે તેવામાં જામનગમરાં અસ્થિર મગજની મહિલાએ એટીએમ પર પત્થરમારો કરી અને તેમાં તોડફોડ કરતા લોકોન વધારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જામનગરની પટેલ કોલોની રોડ પર એસબીઆઇના એટીએમમાં એક અસ્થિર મગજની મહિલાએ પથ્થર ફેંકી તથા વાયરો ખેંચી નાંખીને એટીએમમાં તોડફોડ મચાવતા થોડી વાર તો અંધાધૂંધી ફેલી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સીટી-બી પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અસ્થિર મગજની મહિલાને પકડી પાડવામાં આવી હતી.

મહેસાણામાં બેંક બહાર માણસોના બદલે ચંપલો

મહેસાણામાં બેંક બહાર માણસોના બદલે ચંપલો

બેન્ક બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા લોકોએ હવે નવી યુક્તિ અપનાવી છે જે મુજબ લોકો પોત પોતાના વારા માટે ચંપલો મૂકીને ઘેર જતા રહે છે. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી નિરમા ફેક્ટરી પાસે પગરખાની લાઇન વહેલી સવારે જોવા મળી હતા. 500 અને 1 હજારની નોટ બદલાવ માટે લાઈનોમાં ન ઉભા રહેવું પડે તે માટે મહેસાણામાં એક નવતર પ્રયોગ કર્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રની આ બ્રાન્ચમાં લાંબી લાઈનો તો લાગી છે, પરંતુ તે લાઈન માં ઉભા રહેનાર વ્યક્તિ પોતાના ચંપલ મૂકીને ઘરે જતા રહ્યા છે.

English summary
Read here, 15th November 2016's, Gujarat top regional news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X