For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ચોરી કરતી મહિલાઓની ટોળકી પકડાઇ, ખેડૂતો અર્ધનગ્ન કરીને કર્યો સરકારનો વિરોધ, ગુજરાતની તમામ મહત્વની અપટેડ વિગતવાર વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

દારૂ, હત્યા જ જેનું જીવન હતું, તેની મોત પણ આ જ કારણે થઇદારૂ, હત્યા જ જેનું જીવન હતું, તેની મોત પણ આ જ કારણે થઇ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમરેલીમાં ખેડૂતોએ કર્યો અર્ધનગ્ન વિરોધ

અમરેલીમાં ખેડૂતોએ કર્યો અર્ધનગ્ન વિરોધ

નોટબંધીના મુદ્દે અમરેલીના વડીયા-કુકાવાવના ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી હતી. તેમજ હાયના નારા લાગાવ્યા હતા. અને રેલીમાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ આગેવાની સંભાળી હતી. તેમજ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ માંગણી કરી છે કે સહકારી બેન્કો, મંડળીઓમાં નાણા સ્વીકારવામાં આવે. જે માટે ખેડૂતોએ પોતાના શર્ટ ઉતારીને સરકારની નીતિ રીતીનો વિરોધ કર્યો હતો.

ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ

ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ

ભાજપ કાર્યાલય કમલમમાં આજે એક પછી એક બેઠકો થઇ રહી છે. બપોરે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે વિવિધ મોરચાના પ્રમુખો, શહેર પ્રભારી ચર્ચા વિચારણા થશે. સાંજે સાડા છ વાગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સાથે સંસદસભ્ય, ધારાસભ્ય, બોર્ડ નિગમોના ચેરમેન, શહેર પ્રભારી અને પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા થશે. તથા મોડી સાંજે ભાજપ કોર કમિટીની બેઠક પણ યોજાવવાની છે. આ બેઠકમાં આ બેઠકમાં કાળા નાણાંના મુદ્દે લોકોમાં ભરપૂર પ્રચાર કરવાની રણનિતી ઘડવામાં આવે તેવી શકયતા છે. નોટબંધીના મુદ્દે લોકોને પડતી હાલાકી રોષમાં ન પલટાય તેને લઈને શું તાકીદ કરી શકાય તેના પર ચર્ચા થશે. આ સિવાય સ્વૈચ્છિક સંસ્થા,શાળા સહિત કોર્પોરેટ સાથે સંકલન કરીને કાળા નાણાંના મુદ્દે લોકોનુ સમર્થન મળી તે રીતે પ્રચાર કરવા આયોજન ઘડાયું છે.

ભીખ માંગવાને બહાને ચોરી કરનારી મહિલાઓની ટોળકી ઝડપાઈ

ભીખ માંગવાને બહાને ચોરી કરનારી મહિલાઓની ટોળકી ઝડપાઈ


કપડવંજ -ડાકોર ચોકડી પાસે આવેલ એક ટાયરની દુકાનમાં ભીખ માંગવાને બહાને નજર ચૂકવીને 2 લાખની ચોરી કરનારી છ મહિલાઓને પોલીસે ઝડપી હતી. આ મહિલાઓ પાસેથી પોલીસે રૂપિયા 1,73,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. કપડવંજમાં સુકુમારમ નાયરની ન્યુ કેરલા ટાયર્સ નામની દુકાન આવેલી છે. જેમાં તેમણે ટેબલના ડ્રોવરમાં બેંકમા જમા કરાવવા માટે રૂપિયા 500 તથા રૂ. 1000ની ચલણી નોટો મૂકી હતી. આ વખતે તેઓની ઓફીસમાં ભીખ માંગવાના બહાને છ જેટલી મહિલાઓ આવી હતી અને પૈસા લઇન ફરાર થઈ ગઈ હતી. પૈસા લઇને જનારી ટોળીકમાંથી ત્રણ મહિલા સગર્ભા છે.

વસ્ત્રાપુરમાં કચરાપેટી પાસેથી મળી આવી નવજાત બાળકી

વસ્ત્રાપુરમાં કચરાપેટી પાસેથી મળી આવી નવજાત બાળકી

અમદાવાદના વસ્ત્રાપુરના વિસ્તારમાં એક નવજાત બાળકી મળી આવી છે. વસ્ત્રાપુરના પંચામૃત ફલેટ પાસે આવેલી કચરા પેટીમાંથી 8થી 10 દિવસ પહેલા જન્મેલી હોય તેવી બાળકી મળી આવતા સ્થાનિકોએ 108ની મદદથી સોલા સિવિલ ખાતે સારવાર માટે મોકલી હતી. અને પોલિસ ખાતે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના ટુંકીવજ ગામમાંથી પકડાયો 12 કિલોનો અજગર

દાહોદના ટુંકીવજ ગામમાંથી પકડાયો 12 કિલોનો અજગર

દાહોદના ટુંકીવજુ ગામના કામાવીરા ફળિયા ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા ત્યારે એક અજગરે ખેડૂતને ફૂંફાડો માર્યો હતો. અને ત્યાર બાદ ખેડૂતોએ અજગરની શોધખોળ હાથ ધરી હતી. સાથે સાથે ખેડૂતોએ પ્રકૃતિ મિત્ર મંડળને પણ જાણ કરી હતી. ત્યાર બાદ પ્રકૃતિ મિત્રમંડળના બે સભ્યોએ અજગરને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. દોઢ બે કલાકની જહેમત બાદ યુવાનોએ સાત ફુટ લાંબા અને 12 કિલો વજનના આ અજગરને પકડ્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.

ભરૂચમાં બ્રિજ તૂટી પડતા બે મહિલાઓની મોત

ભરૂચમાં બ્રિજ તૂટી પડતા બે મહિલાઓની મોત

ભરૂચના-નર્મદા પાર્ક માં વે બ્રિજનો થાભલો તૂટી પડતા બે મહિલાનું મોત થયું છે. તેમજ પાંચ લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે બ્રહ્મલીન પ્રમુખ સ્વામીના અસ્તિવિસર્જન કાર્યકમ બાદ આ ઘટના બની હતી.

ખાનગી ગાડી પાણીમાં ઉતરી પડતા મુસાફરો ઇજાગ્રસ્ત

ખાનગી ગાડી પાણીમાં ઉતરી પડતા મુસાફરો ઇજાગ્રસ્ત

નવસારીના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચીખલી નજીક ચીખલીના સુંથવાડ નજીક ધોલધરા ખાડીમાં ખાનગી લક્ઝરી બસ ઉતરી પડી હતી આ બસ પૂના થી સુરત જતી હતી. તે સમયે ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી પડી હતી. જેમાં બેસેલા મુસાફરોને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

English summary
Read here, 21st November 2016's, Gujarat top regional news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X