For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

પ્રેમિકાને 18 ચાકુના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, 9મીએ ગુજરાત આવશે નરેન્દ્ર મોદી...ગુજરાતભરના આવા તમામ મહત્વના ખબર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

સર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?સર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક કોલ સેન્ટર , 19ની ધરપકડ

અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક કોલ સેન્ટર , 19ની ધરપકડ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે ચાલતા બોગસ કોલ સેન્ટર પર ક્રાઈમબ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 8 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં અમેરિકાના નાગરિકો સાથે આઈઆઈએસ અને લોન આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાનુ બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સંચાલક હિતેન્દ્ર દાવડા અને સંદિપ રાજવાણીની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 19 લોકોની ધરપકડ કરી 34 સીપીયુ, 21 મોબાઇલ ફોન, 3 લેપટોપ સહિત અન્ય ઇલેકટ્રોનીક ચીજવસ્તુઓનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોદી આવશે 9મી એગુજરાતઃ રૂપાણીએ મુંબઇમાં કરી જાહેરાત

મોદી આવશે 9મી એગુજરાતઃ રૂપાણીએ મુંબઇમાં કરી જાહેરાત

આગામી વાઇબ્રન્ટ સમિટ અતર્ગત મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન તાતા, આદિ ગોદરેજ, રાણા કપૂર, આનંદ મહિન્દ્રા, બી. કે. ગોએન્કા સહિતના ટોચના ઉદ્યોગપતિઓને અંગત રીતે મળીને આમંત્રિત કર્યા હતા. તેમજ રૂપાણીએ અહીં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીનું ઉદ્દઘાટન કરાશે. જ્યાં BSE દ્વારા ટ્રેડિંગ પણ શરૂ કરવામાં આવશે.

પ્રેમિકાની ઘાતકી હત્યા કરનારને પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યો

પ્રેમિકાની ઘાતકી હત્યા કરનારને પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યો

રાજકોટમાં મંગળવારે સાંજે એક પ્રેમીએ તેની પ્રેમિકા નર્સને જાહેરમાં છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે આ સમગ્ર દ્રશ્યો સીસીટીવામાં કેદ થયા હતા. અને પોલીસે સતર્કતા રાખીને ભાગી રહેલા પ્રેમી હત્યારાને ઝડપી લીધો હતો. આરોપી પ્રેમીએ યુવતીને છરીના 18 ઘા ઝિંક્યા હતા. પૂછપરછમાં વિગતો સામે આ હતી કે આરોપી ભાવેશ વેગડા કાલાવડ ખાતે હોસ્ટેલમા રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને અમરેલીની ભાવિકા દાફડા સાથે અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે બન્ને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઇને ભાવેશે ભાવિકાની હત્યા કરી હતી.

રાજકોટમાં સિટી બસ ઝૂંપડામાં ધૂસી ગઇ, મહિલાનું મોત

રાજકોટમાં સિટી બસ ઝૂંપડામાં ધૂસી ગઇ, મહિલાનું મોત

રાજકોટમાં એક સિટી બસ એક મહિલા માટે કાળ બનીને આવી અને ગણતરીના કલાકોમાં મહિલાનું રામ નામ સત્ય થઇ ગયું. સમગ્ર ધટના એવી બની કે રાજકોટના યુનિવર્સીટી વિસ્તાર પાસે સિટી બસ અને કારનો અકસ્માત. જેમાં સિટી બસ એટલી સ્પીડમાં હતી કે તે અકસ્માત સાથે બાજુમાં આવેલા ઝૂંપડામાં ચઢી ગઇ. ત્યારે આ અકસ્માતમાં કાર ચાલક મહિલાનું મોત થયું છે.

English summary
Read here, 23rd november 2016's, Gujarat top news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X