ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનથી લઇને તમામ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો અહીં...

Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભરુચ ખાતેના સ્નેહ મિલન કાર્યક્રમમાં સીએમ રૂપાણીની હાજરી

અંકલેશ્વર ખાતે અંકલેશ્વર, પાનોલી અને વાપી ઔદ્યોગિક વસાહતો દ્વારા સ્નેહ મોલન સમારોહ યોજાયો. સમારોહમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવે અને રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી શંકર ચૌધરીએ હાજરી આપી.

દેશમાં પર્યાવરણ અને ડેવલોપમેન્ટ એક સાથે ચાલે છે- અનિલ માધવ

ભરુચના અંકલેશ્વર ખાતે યોજવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેએ જણાવ્યું કે ગુજરાત દેશનું તો અગ્રીમ રાજ્ય છે જ પણ તેને વિશ્વનું અગ્રીમ રાજ્ય બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે આ દેશમાં પર્યાવરણ અને ડેવલોપમેન્ટ એક સાથે ચાલે છે. સાથે જ તેમણે અંકલેશ્વરમા પ્રદુષણ ના કારણે લાગવાયેલ બંધન ને દૂર કરવા આવ્યા હોવાની વાત કરી. અને કહ્યું કે આજથી અંકલેશ્વર ના વિકાસમાં કોઈ બંધન નહીં.

ભરુચ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અંકલેશ્વર ખાતે મુખ્ય મંત્રીના કાર્યક્રમના વિરોધ માં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીઆઇડીસીની સરદાર ચોકડી પર દેખાવો કારી વિરોધ પ્રદર્શિત કરાયો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને નોટબંધીના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

મિલ્ક ડે પર યાદ કરાયા વર્ગીસ કુર્રિયનને

26 નવેમ્બરના નેશનલ મિલ્ક ડેના રોજ આણંદમાં સ્વર્ગીય ડૉ. વર્ગીસ કુર્રિયનને યાદ કરવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે એક રેલી પણ નીકળવામાં આવી હતી.

English summary
Read here, 26th November 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...