For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વિવિધ સ્થળે લાગ્યો સાતમ-આઠમનો મેળો, વરસાદે મઝા મારી

|
Google Oneindia Gujarati News

ગુજરાતભરમાં સાતમ આઠમનું ભારે મહત્વ હોય છે. અને મોટા પ્રમાણમાં લોકો આ ઉત્સવને ઉજવે છે. વળી વિવિધ સ્થળોએ આ દિવસે મેળાનું પણ આયોજન ભારે ધૂમધામથી કરવામાં આવે છે. ત્યારે તહેવારોની આ મૌસમમાં ગુજરાતમાં ઠેરઠેર આવા મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કંઇ કંઇ જગ્યાએ આવા મેળાનું આયોજન કરવામાં આવ્યું તે વિષે વધુ જાણો અહીં....

fair rajkot

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણમાં પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાએ લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. નોંધનીય છે કે અહી રમાતા વિશેષ પ્રકારના રાસ આ મેળાનું ખાસ આકર્ષણ છે. જેને જોવા માટે માટે વિદેશોથી પણ લોકો આવે છે. નોંધનીય છે કે આ મેળો 28 તારીખ સુધી ચાલશે.
જામનગર
તો જામનગર સાંસદ પૂનમબહેન માડમ અને મેયર પ્રતિભાબેન કનખરાએ પણ લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં લઈને મેળાના સ્થળ પર વોચ ટાવર ઉભા કરાયા છે. આ ઉપરાંત સીસીટીવીથી પણ નજર રાખવામા આવશે.
પોરબંદર
પોરબંદરમાં પણ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમાં ૧૪૦ કટલરીના સ્ટોલ અને ૬૪ ખાણીપીણી તથા રમકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

surendra nagar
રાજકોટ
રાજકોટમાં પણ સાતમ આઠમની મેળાની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.
વરસાદે મઝા મારી
જો કે સાતમ આઠમના આવા અનેક મેળાની મઝા વરસાદે મારી નાખી હતી. અનેક જગ્યા વરસાદને ભારે જાપટાએ લોકોને મેળાથી દૂર કર્યા હતા. તો કેટલીક જગ્યા મેળાના સ્થળોએ પાણી પણ ભરાયા હતા.
English summary
Gujarat satam aatham fun fair details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X