For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: સતત ત્રીજા દિવસે પણ ભડકે બળી રહ્યું છે ગુજરાત

|
Google Oneindia Gujarati News

આર્મીના હવાલે સોપાયા બાદ પણ સતત બીજા દિવસ પણ અમદાવાદ, સુરત, મહેસાણા, પાલનપુર જેવા અનેક શહેરામાં હિંસાની આગમાં ભડકે બળતા જોવા મળ્યા. અત્યાર સુધી આ હિંસક અથડામણોમાં 9 લોકોની મૃત્યુ થઇ છે જેમાંથી એક પોલિસ કર્મી પણ છે.

એક બાજુ જ્યાં ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બહેન પટેલને ફોન કરીને તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું. ત્યાં જ બીજી તરફ પેરા મિલેટ્રી ફોર્સના આવ્યા બાદ પણ ગુજરાતમાં થઇ રહેલ હિંસક અથડામણમાં સંપૂર્ણ પણ કાબુમાં નથી લઇ શકાઇ.

નોંધનીય છે કે રાજ્યભરમાં સીઆરપીએફ અને બીએસએફની કુલ 113 ટુકડીઓને હાલ ગુજરાતમાં સ્થિતીને કાબુમાં કરવા માટે મોકલવામાં આવી છે. વળી મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતી ટ્રેનોને પણ સુરક્ષાના કારણે બંધ કરવામાં આવી છે. અને રાજ્યની પણ અનેક લોકલ ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. જો કે અમદાવાદમાં અમુક સ્થળે બસો ચાલુ કરવામાં આવી છે. અને તહેવારના દિવસોને જોતા અનેક જગ્યાએ જનજીવન સામાન્ય પણ બન્યું છે.

સુરત

સુરત

ગત રાતે અનેક સરકારી બસોને આગ ચાંપી કરાઇ. અને પોલિસ અને ટોળા વચ્ચે પથ્થર મારાની ધટનાઓ પણ બની જેમાં સુરતના ડભોલી વિસ્તારમાં પથ્થરમાં જ્યાં એક પોલિસ કોન્સટેબલની મોત થઇ છે.

પોલિસ કર્મીની મોત

પોલિસ કર્મીની મોત

સુરતમાં પોલિસ અને ટોળા વચ્ચે અનેક જગ્યાએ પથ્થર મારાની ધટનાઓ પણ બની જેમાં સુરતના ડભોલી વિસ્તારમાં પથ્થરમાં જ્યાં એક પોલિસ કોન્સટેબલની મોત થઇ છે.

શાંતિ બેઠક

શાંતિ બેઠક

જો કે તે બાદ સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ બેઠક બોલવામાં આવી હતી. જેમાં પાટીદાર સમુદાયના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં આર્મી જવાનોએ અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. વધુમાં જે વિસ્તારોમાં કર્ફ્યું નથી તે વિસ્તારોમાં બસ સેવા પણ ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

અમદાવાદ

અમદાવાદ

જો કે તેમ છતાં અમદાવાદમાં અનેક જગ્યામાં આંગ ચાંપી અને પથ્થર મારાના હિંસક બનાવો બની રહ્યા છે.

બાપુનગર

બાપુનગર

નોંધનીય છે કે અમદાવાદના બાપુનગરમાં સ્થિતિ સૌથી વધુ તંગ છે.

રેલ્વે ટ્રેકને નુક્સાન

રેલ્વે ટ્રેકને નુક્સાન

રાજુલાના ચારોડિયા પાસે બે વખત ટ્રેનના ટ્રેક ઉખાડવાનો પ્રયત્ય થયો.

જામનગરમાં લાઠીચાર્જ

જામનગરમાં લાઠીચાર્જ

તો જામનગરમાં સ્થિતિ તંગ થઇ હતી. જેમાં પોલિસે ટોળાના ભગાડવા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જે બાદ આજે જામનગરની શાળા અને કોલેજને બંધ રાખવામાં આવ્યા છે.

ગુજરાત ક્યાં ક્યાં બંધ લંબાવાયો

ગુજરાત ક્યાં ક્યાં બંધ લંબાવાયો

ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં કર્ફ્યું લંબાવાયો. તો સાથે જ સુરત, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યું લંબાવાયો. સાથે જ પાલનપુર અને ઉંઝામાં પણ સેનાને બોલવવામાં આવી છે તેમ છતાં કેટલીક જગ્યાએ નાના છમકલાં થયા છે.

મોરબી

મોરબી

સાથે જ મોરબીમાં સરકારી ઓફિસેને નિશાનો બનાવવામાં આવ્યો. તો રાજકોટમાં પણ લાયસન્સ હથિયારોને જપ્ત કરવામાં કરવામાં આવ્યા. ગાંધીનગરમાં પણ સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને વડોદરામાં પણ શાળા અને કોલેજ આજે બંધ છે.

English summary
Gujarat violence claims 9 lives, state govt seeks Army help
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X