For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઢી અને બંદુક કાઢવાથી સિંહ ના થઇ જવાય: હાર્દિક

રાજકોટના જામ કંડોરિયામાં હાર્દિક પટેલે ચોક પે ચર્ચા કાર્યક્રમ યોજ્યો. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા હાજર. હાર્દિકે સભામાં ભાજપ સરકાર વિશે શુ કહ્યુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજકોટના જામ કંડોરણામાં હાર્દિક પટેલે ચોક પે ચર્ચા કાર્યક્રમ કર્યો હતો. જેમાં તેણે વિઠ્ઠલ રાદડિયા, વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતુ. રાદડિયા પર નિશાન સાધતા હાર્દિકે જણાવ્યું કે, ટોલ ટેક્સ પર બંદૂક કાઢવાથી કે, દાઢી રાખવાથી સિંહ ના બની જવાય, જે સમાજ સાથે ઊભા રહે તે જ સાચો સિંહ છે. તો વિજય રૂપાણી અંગે જણાવ્યું કે, પાણી વગરના ગામોને રૂપાણી સરકારે પાક વીમો અપવાની વાત કરી હતી જે આજ દિન સુધી નથી મળ્યો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પાકના ભાવોમાં વધારો થશે તે વચનનું પણ પાલન આજ સુધી નથી થયું. આ ઉપરાંત હાર્દિકે સભામાં આવનારી ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચોક પે ચર્ચામાં લલિત વસોયા સહિત પાસના કન્વિનારો અને ગામ લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા.

hardik patel

નોંધનીય છે કે ,પાસ દ્વારા પાટણમાં 26 ઓગસ્ટ "એક શામ શહિદ કે નામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યા લોકો જોડાય તેવી આશા છે. આ પહેલા અમદાવાદના ઉમિયાધામ ખાતેના "ક્રાંતિ સંમેલન"નો કાર્યક્રમ રદ્દ થઇ ચૂક્યું છે. ત્યારે આ કાર્યક્રમ સફળ થાય અને કોઈપણ પ્રકારની બધા ના આવે તેવા પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

English summary
Hardik Patel reacts on toll tax issue and Gujarat Government in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X