For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલને શિવસેના બન્નેની પાંચેય આંગળી ઘીમાં, જાણો કેમ?

હાર્દિક પટેલ અને શિવસેનાનું આ જોડાણ કેવી રીતે બન્ને માટે લાભકારક છે જાણો આ લેખમાં.

|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે મંગળવારે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે પાસ કન્વીર હાર્દિક પટેલે મુલાકાત કરી હતી. તે પછી ગુજરાતના રાજકારણમાં રાજકીય અટકળોએ જોર પકડ્યું હતું. જો કે મોડી રાત સુધીમાં સોશ્યલ મીડિયા દ્વારા હાર્દિક પટેલે સ્પષ્ટતા આપી હતી કે તેમને નેતા બનવામાં કોઇ રસ નથી. ના તે સીએમની દોડમાં છે. ત્યારે હાર્દિક પટેલ અને ઉદ્ધવ સાથે જે પ્રેસ કોન્ફર્ન્સ થઇ તે અને શિવસેના અને હાર્દિક પટેલ આ નવા જોડાણથી કેવા લાભો થવાની સંભાવના છે તે અંગે વિગતવાર જાણો અહીં

Read also: હાર્દિક પટેલનું શિવસેના શરણમ્ , સોશ્યલ મીડિયામાં વોર શરૂRead also: હાર્દિક પટેલનું શિવસેના શરણમ્ , સોશ્યલ મીડિયામાં વોર શરૂ

હાર્દિક શિવસેનાની દોસ્તી

હાર્દિક શિવસેનાની દોસ્તી

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કાલે માતોશ્રીમાં પત્રકારોને જણાવ્યું કે પાસ નેતા સારૂ કામ કરી રહ્યો છે, અને તેમની સાથે કાયમી દોસ્તી રહેશે. તો બીજી તરફ હાર્દિક પણ કહ્યું કે તે હંમેશાથી બાલ ઠાકરે સાહેબના ફેન રહ્યા છે. સાથે જ ઉધ્ધવ ઠાકરે જણાવ્યું કે મુંબઇ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના પ્રચાર કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ જોડાશે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

આ સંયુકત પત્રકાર પરિષદમાં જ્યારે એક પત્રકારે હાર્દિકને પુછ્યું કે બાલ ઠાકરે કયારેય જ્ઞાતિવાદી અનામતમાં માનતા ન હોવા અંગે તેનું શું મંતવ્ય છે તો હાર્દિક કહ્યું કે હવે સમય બદલાયો છે. શિક્ષણ સહીતની સેવાઓના ખર્ચ લક્ષ્યમાં લેવા જોઈએ. અનામત સાથે કોઈ વિરોધ નથી. પરંતુ તેનો સારી અને અસરકારક રીતે અમલ કરવાની જરૂર છે. આ સાથે જ હાર્દિક કહ્યું કે ગુજરાતમાં લોકો ભયમુકત શાસન માગે છે. પાટીદાર આંદોલનમાં મારી સામે રાજદ્રોહનાં બે કેસ થયા તે શું સુચવે છે?

ઉદ્ધવ ઠાકરનો સવાલ પર સવાલ

ઉદ્ધવ ઠાકરનો સવાલ પર સવાલ

જ્યારે પત્રકારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઝંપલાવે તો હાર્દિક તેનો ચહેરો (નેતા) હશે કે કેમ તેવું પૂછવામાં આવ્યું તો શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સવાલની સામે સવાલ કરતા કહ્યું કે હાર્દિક શું કામ ચહેરો ન હોઈ શકે? નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલીકાની ચૂંટણીમાં શિવસેના દ્વારા 11 ગુજરાતીઓને ટીકીટ આપવામાં આવી છે. અને ત્યાં ગુજરાતીઓની સારી વસતી છે. ત્યારે આ ચૂંટણીમાં હાર્દિક પટેલ દ્વારા પ્રચાર કરતા તેના રાજકીય પડઘા પડી જ શકે છે.

હાર્દિકનું એલાન

હાર્દિકનું એલાન

નોંધનીય છે કે હાર્દિક પટેલે તાજેતરમાં જ એક મુલાકાતમાં ગુજરાતમાંથી ભાજપનું નામો નિશાન નીકાળી દેવાનું એલાન કર્યું હતું. હવે શિવસેના સાથે પણ તેના સંબંધો સારા થયા છે. જે રાજકીય રીતે બન્ને માટે લાભદાયક છે.

હાર્દિક-શિવસેના બન્નેને ફાયદો

હાર્દિક-શિવસેના બન્નેને ફાયદો

આ મૈત્રીથી હાર્દિક અને શિવસેના બન્નેને લાંબા ગાળાનો ફાયદો થયો છે. હાર્દિકનું આ જોડાણ આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલનું કદ વધારશે. અને હાર્દિકના મુંબઇ કોર્પોરેશનમાં પ્રચાર કરવાથી શિવસેનાને વધુ સીટ મળશે. અને ભાજપની બે-ત્રણ સીટોમાં મત તૂટશે. આમ રાજકારણની દ્રષ્ટ્રીએ હાર્દિકની આ મુલાકાત તેને અને શિવસેના બન્નેને ફળી છે.

English summary
Hardik Patel and Shiv sena friendship is beneficial for both read here how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X