For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે પત્ર લખી કહ્યું ઇબીસી કે ઓબીસી સમાજ નક્કી કરે

|
Google Oneindia Gujarati News

અનામત આંદોલન બાદ થયેલા તોફાનોના કારણે જેલની હવા ખાઇ રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી વધુ એક પત્ર લખ્યો છે. આ પત્ર ત્યારે બહાર આવ્યો છે જ્યારે રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વર્ષ માટે 10 ટકા અનામતની જોગવાઇ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે પાછલા કેટલાય સમયથી અનામતની માંગ કરી રહેલા પાટીદાર સમાજ માટે હવે અનામત મામલે અંદર અંદર જ આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે હાર્દિક પટેલે નિખીલ સવાણીને ઉદેશીને લખેલા પત્રમાં અનેક મુદ્દાઓ પર ખુલાસા કર્યા છે. જેલમાંથી બહાર આવવાથી લઇને સમાધાન અને ઓબીસી કે ઇબીસી તેમાંથી કયો માર્ગ પસંદ કરવો તે મામલે હાર્દિકે નીચે મુજબ મુદ્દાઓને તેના લખેલા પત્રમાં દર્શાવ્યા છે. વધુ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આ બાબતે મારું સમર્થન નથી: હાર્દિક

આ બાબતે મારું સમર્થન નથી: હાર્દિક

હાર્દિકે પત્રમાં કહ્યું છે કે "સમાચાર માધ્યમો દ્વારા જાણવાં મળ્યું છે કે જૂના જ કેસ નહીં પરંતું તમામ કેસ પાછા ખેંચવામાં આવે તેવી વાતને મારું સમર્થન નથી. તેવા ખોટા સમાચાર છે."

ઇસીબી કે ઓબીસી?

ઇસીબી કે ઓબીસી?

હાર્દિકે કહ્યું કે ઇસીબીની શું જોગવાઇ છે તે સમજવી પડશે. પણ સમાજને ઇબીસી જોઈએ છે કે ઓબીસી તે હું નહીં અમારો સમાજ નક્કી કરશે. જો સમાજ ઇસીબી કહેશે તો ઇસીબી નહીં તો ઓબીસી માટે સતત મહેનત કરી મથતા રહીશું. મૂળમુદ્દે સમાજને નુકસાન ના થવું જોઇએ.

80% લોકો સમાજ તોડવા માંગે છે

80% લોકો સમાજ તોડવા માંગે છે

પત્રમાં હાર્દિક લખ્યું કે સમાજના લોકો અને રાજકિય પક્ષો દ્વારા 80 ટકા લોકો મળીને સમાજને તોડવા માંગે છે. જે વાતનું સમાજે ધ્યાન રાખવું જોઇએ.

બલિદાનોને ના ભૂલો

બલિદાનોને ના ભૂલો

હાર્દિકે સમાજને તેની રાજકીય નજર સુધારવાની અપીલ કરતા કહ્યું છે કે 1982 અને પછી 2015માં સમાજે જે વેદના સહી છએ તેને સમાજે ભૂલવી ના જોઇએ.

હું પહાડ ચઢવા માંગુ છું

હું પહાડ ચઢવા માંગુ છું

હાર્દિકે કહ્યું કે હું પહાડ ચઢવામાં માનું છું. પડી જઇશ તો વાંધો નહીં પણ ફરી ચઢવાનો પ્રયાસ જ ના કરું તેવું કરવા નથી માંગતો.

English summary
Hardik Patel Wrote a Letter and talk about reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X