For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આગામી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 સપ્ટેમ્બર : ભારતીય હવામાન વિભાગે 25 સપ્ટેમ્બરે બહાર પાડેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક એટલે કે 27 સપ્ટેમ્બર, 2013 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે કરેલી આગાહીમાં જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ અને પવન ફૂંકાઇ શકે છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

25-9-13-weather

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દીવ - દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદથી બુધવારે 5 ટ્રેન્સ રદ
અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સવારે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા માર્ગ અને રેલવે વાહન વ્યવહાર ખોરવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઇ (કર્ણાવતી એક્‍સપ્રેસ ટ્રેન નં. 12934), સુરત-મહુવા એક્‍સપ્રેસ (ટ્રેન નં. 19025), મહુવા-સુરત (ટ્રેન નં. 19026) વલસાડ-અમદાવાદ (ગુજરાત ક્‍વીન એક્‍સપ્રેસ ટ્રેન નં. 19019) તથા અમદાવાદ-મુંબઇ (ડબલ ડેકર એક્‍સપ્રેસ ટ્રેન નં. 12932) ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે.

English summary
Heavy rain forecast till 27 September in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X