For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં વરસાદે મૂકી માઝા, ક્યાંક સજા તો ક્યાંક મજા

|
Google Oneindia Gujarati News

સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત તરફ જ્યાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યાં જ ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ લો પ્રેશન કારણે મધ્યમ વરસાદ પડવાથી સંભાવના છે. નોંધનીય છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડેમ છલકાયા છે અને નદીઓ ગાંડીતૂર બની છે ત્યાં જ ઉત્તર ગુજરાત હજી પણ આવ રે વરસાદની આશ લઇને બેઠું છે.

ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની શું સ્થિતિ છે અને આવનારા દિવસોમાં હવામાન ખાતા દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે વિષે વિગતવાર માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સપુતારમાં મૂશળધાર વરસાદ

સપુતારમાં મૂશળધાર વરસાદ

છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વર્ષીરહેલ ધોધમાર વરસાદના પરિણામે અંબિકા નદીમાં ગાંડીતૂર બની હતી. અને રવિવારે બપોરબાદ સિઝનમાં પ્રથમ વખત મધર દક્ષિમ ગુજરાતના મહુવામાં ઈન્ડિયા ડેમ છલકાઈ ઉઠ્યો હતો. ડેમ ભરાવાથી પાણી પુરવઠાની 15 કરોડની યોજના મુજબ 22 ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે .

ભેખડ ખસતા રસ્તા જામ

ભેખડ ખસતા રસ્તા જામ

તો સાપુતારા અને ડાંગમાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડવાતી ટ્રાફિકની લાંબી કતારો લાહી હતી અને આ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર રઘવાયું બન્યું હતું. ગુજરાતમાં સાપુતારાથી બોરગાંવ મહારાષ્ટ્ર સુધી બંને તરફ 10 કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર લાગી છે.

નીચાણ વિસ્તારોમાં ચેતવણી

નીચાણ વિસ્તારોમાં ચેતવણી

જો કે દક્ષિણ ગુજરાતમાં ખાપરી અને અંબિકા નદીમાં ઘોડાપૂર સર્જાતાં નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.

લો પ્રેશર

લો પ્રેશર

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત તરફ લો પ્રેશર સર્જાયું હોવાથી આવનારા દિવસોમાં ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદની આવવાની આશા સેવવામાં આવે છે.

ખેડૂતોને આશ

ખેડૂતોને આશ

જો કે ખેડૂતો આ વખતે સારા વરસાદની આશ છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તેનાથી તેમના ચહેરા પર સ્મિત જરૂરથી આવ્યું છે. પણ આવનારા દિવસોમાં પણ વરસાદ આવી રીતે જ મેધમહેર ચાલુ રાખે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

English summary
Heavy Rain In Gujarat, Flood situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X