For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ઉત્તર-મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 જુલાઇ: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ઉત્તર-મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘમહેર યથાવત રહી છે. સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોરમાં ૧૪૩મીમી એટલે કે પાંચ ઇંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં ૧૦૭મીમી અને નવસારી જિલ્લાના નવસારીમાં ૧૧ર મીમી એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૪-૭-ર૦૧૩ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમ્યાન કોટડાસાંગાણી ૮રમીમી, લોધીકા ૭૭મીમી, રાણાવાવ ૮૦મીમી, કેશોદ ૯રમીમી, કોડીનાર ૭પમીમી સુત્રાપાડા ૯૧મીમી, તલાલા ૯૪મીમી અને કપરાડામાં ૮૮મીમી એટલે કે ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ડીસા ૪૯મીમી, કડી ૬૧મીમી, ગોંડલ પ૦મીમી, પોરબંદર પરમીમી, માળીયા પરમીમી, માણાવદર ૬રમીમી, મેંદરડા ૬૦મીમી, વેરાવળ ૪૮મીમી, અમરેલી ૬૦મીમી, લાઠી પ૮મીમી, સોનગઢ પ૬મીમી, વાલોડ પપમીમી, બારડોલી ૬૦મીમી, ચોર્યાસી ૬૮મીમી, વાંસદા પ૮મીમી, ધરમપુર પ૪મીમી, પારડી પપમીમી અને વલસાડ પરમીમી એટલે કે બે ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના મહેસાણા, વિજાપુર, ઇડર, માણસા, આણંદ, ઘોઘંબા, ગોધરા, કલોલ, મોરવાહડફ, દસાડા, હળવદ, જામકંડોરણા, જેતપુર, ભાણવડ, જોડીયા, કુતિયાણા, ભેંસાણ, માંગરોળ (જુનાગઢ) ઉના, વંથલી, બગસરા, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, વડિયા, ઘોઘા, મહુવા, તળાજા, વ્યારા, કામરેજ, પલસાણા, ઉમરપાડા, ચીખલી, ગણદેવી, ઉમરગામ, ડાંગમાં એક ઇંચ કે તેથી વધુ અને ૩૬ તાલુકાઓમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૮ ટકા જેટલો નોંધાયો છે.જે સરેરાશ ૪૯ર.૧૮ મીમી જેટલો થવા જાય છે.

English summary
Heavy rains lashed Ahmedabad city on wensday while normal life was affected across north Gujarat and Saurashtra due to the rainfall, ranging from moderate to very heavy, in the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X