For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત ટૂ કેશોદઃ ગુજરાતના આ શહેરો ધરાવે છે એરપોર્ટ્સ

|
Google Oneindia Gujarati News

ગુજરાત એ ભારતનું સૌથી ઝડપથી વિકસી રહેલું રાજ્ય છે. જે પ્રકારે રાજ્યમાં વિકાસનું મોડલ સફળ ગયું છે, તેના કારણે દેશના મોટાભાગના રાજ્યોએ તેનું અનુકરણ કરવાની ફરજ પડી છે. રાજ્યના લોકોની અથાગ મહેનતના કારણે ગુજરાત વિકાસની આ પરિભાષા લખવામાં સફળ રહ્યું છે. રાજ્ય પાસે મોટો દરિયા કિનારો છે, હવાઇ અને રેલવે સહિતની ટ્રાન્સપોર્ટેશન સુવિધા તથા સારું પ્રશાસન હોવાના કારણે વિશ્વભરની નામી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરાઇ છે.

વાત ગુજરાતની હવાઇ સેવા અંગે કરવામાં આવે તો આખા રાજ્યને આવરી લે એ પ્રકારે હવાઇ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી લઇને ભૂજ અને પોરબંદરમાં પણ એરપોર્ટનું સુવિધા આપવામાં આવી છે, જે હવાઇ યાત્રા થકી પણ દરેક ભાગને એકબીજા સાથે જોડવામાં સફળ રહ્યાં છે. આજે અમે અહીં ગુજરાતમાં આવેલા એ 9 એરપોર્ટ અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક એરપોર્ટને સમાવવામાં આવ્યા છે. આમાના કેટલાક એરપોર્ટ અંગે તમે માહિતગાર હશો પરંતુ કેટલાક એરપોર્ટ અંગે તમે પણ અજાણ હશો, તો ચાલો તસવીરો થકી એ એરપોર્ટ અને ગુજરાત આવતી એરલાઇન્સ અંગે માહિતી મેળવીએ.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક

ગુજરાતનું મુખ્ય હવાઇ મથક અમદાવાદ છે, જે દેશના મુખ્ય રાજ્યો સાથે જોડાયેલું છે. અહીંથી રોજિંદી હવાઇ ઉડાનોની સેવા ઉપલબ્ધ છે. આ મથકને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક કહેવામાં આવે છે અને તેનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક રાખવામાં આવ્યું છે. જે વિશ્વના અનેક દેશો સાથે જોડાયેલું છે.

સુરત હવાઇ મથક

સુરત હવાઇ મથક

સુરતમાં મગદલ્‍લા રોડ પર હવાઇ મથક આવેલું છે. અહીંથી દિલ્હી, જયપુર અને કંડલા માટેની ફ્લાઇટ્સ ઉડાન ભરે છે.

વડોદરા હવાઇ મથક

વડોદરા હવાઇ મથક

વડોદરામાં હરણી ખાતે હવાઇ મથક આવેલું છે.

રાજકોટ હવાઇ મથક

રાજકોટ હવાઇ મથક

આ હવાઇ મથકી રાજકોટ શહેરથી ચાર કિ.મી દૂર આવેલું છે. અહીં જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ મળી રહે છે.

જામનગર હવાઇ મથક

જામનગર હવાઇ મથક

આ હવાઇ મથક શહેરથી 10 કિ.મી દૂર આવેલું છે. અહીંથી એર ઇન્ડિયાની મુંબઇ માટેની ફ્લાઇટ મળી રહે છે.

ભૂજ હવાઇ મથક

ભૂજ હવાઇ મથક

ભૂજમાં શ્યામજી કૃષ્ણવર્મા હવાઇ મથક આવેલું છે. જ્યાંથી મુંબઇ માટેની ફ્લાઇટ મળી રહે છે.

કંડલા હવાઇ મથક (ગાંધીધામ)

કંડલા હવાઇ મથક (ગાંધીધામ)

ગાંધીધામથી 10 કિ.મી દૂર કંડલા ખાતે આ હવાઇ મથક આવેલું છે.

ભાવનગર હવાઇ મથક

ભાવનગર હવાઇ મથક

આ હવાઇ મથક ભાવનગર શહેરથી 9 કિ.મીના અંતરે આવેલું છે.

કેશોદ હવાઇ મથક

કેશોદ હવાઇ મથક

આ હવાઇ મથક જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરથી 3 કિ.મીના અંતરે આવેલું છે.

પોરબંદર હવાઇ મથક.

પોરબંદર હવાઇ મથક.

આ હવાઇ મથક પોરબંદર શહેરથી 5 કિ.મીના અંતરે આવેલું છે. અહીથી મુંબઇ માટેની ફ્લાઇટ મળી રહે છે.

English summary
Here is the list of Airports in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X