For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીમાં પણ પ્રામાણિકતા એકબંધ, પ્રામાણિક રીક્ષાવાળો

નોટબંધીના નિર્ણય બાદ જ્યાં એક બાજુ લોકો કાળા નાણાને ધોળામાં ખપાવવાની પળોજણમાં પડ્યા છે, ત્યાં જ બીજી તરફ એક પ્રમાણિક રિક્ષાવાળાએ અંદાજે 2 લાખ રૂપિયા ધરાવતું પર્સ સુપરત કર્યું!

By Shachi
|
Google Oneindia Gujarati News

આમ તો ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ પોતાના ધંધાદારી અને ગણતરીબાજ મિજાજ માટે ફેમસ છે. અમદાવાદના નવા-સવા મુસાફરોને લોકો હંમેશા ત્યાંના ચાલાક રિક્ષાવાળાઓથી બચવાની અને તેમની સાથે ભાવ-તાલ અચૂક કરવાની સલાહો આપે છે. ત્યારે અમદાવાદમાં એક રિક્ષાવાળાએ 2 લાખ રૂપિયા ભરેલું પર્સ પરત કરી પ્રામાણિકતાનું એક ઉમદા ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

auto rickshaw

ગત રવિવારે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ઉભેલા રિક્ષાવાળા નાસિર કુરેશીએ જમીન પર એક બ્લેક પર્સ પડેલું જોયું. તેણે પર્સમાં શું છે તેની ચિંતા કર્યા વગર જ ટર્મિનલ ઓફિસના મેનેજરને આ પર્સ સુપરત કરી દીધું. જ્યારે ઓફિસમાં મેનેજરોએ આ પર્સ ખોલ્યું તો તેમાંથી $100ની 30 નોટો અને રૂ.500ની એક નોટ મળી આવી, ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 2 લાખ રૂપિયા!

નોંધનીય છે કે અમદાવાદ મિરરમાં આ ધટના પ્રકાશિત કરવામાં આવી હતી અને સોશ્યલ મીડિયા પર પણ આ પ્રમાણિક રીક્ષાવાળાએ વાહવાઇ મેળવી હતી.

English summary
An honest auto driver of Ahmadabad returns $3000 purse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X