For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કામમાં ગુજરાતના નેતાઓ બધાથી આગળ છે, વાંચો શું?

|
Google Oneindia Gujarati News

આજકાલનો જમાનો ટેકનોલોજીનો છે. જો તમને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ કરતા આવડે તો પછી પબ્લિસિટી મળતા વાર નથી લાગતી. અને આ વાત સેલેબ્રિટીથી લઇને રાજકારણીઓ સારી રીતે જાણે છે. પણ રાજકારણમાં આવા "ટેક્નોસેવી" રાજકારણીઓ પણ ગુજરાતી રાજકારણીઓ બાજી મારી છે.

દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...

જો કે તે વાતમાં કોઇ પણ બેમત નથી કે સોશ્યલ મીડિયાનો સૌથી સારો ઉપયોગ જો કોઇ કરી શકતું હોય તો તે છે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તેવા નરેન્દ્ર મોદી.તેમની આ ખૂબી તો તેમના વિરોધીઓ પણ માને છે. વળી હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક તેવી પહેલ કરી છે જે આ જ પહેલા ગુજરાતના કોઇ પણ મુખ્યમંત્રીએ નથી કરી.
તે 23મી સપ્ટેમ્બર 2016ના રોજ ટ્વિટર પર "ટ્વિટર ટાઉનહોલ" યોજવાના છે. જેમાં જો તે લોકોના સવાલોના જવાબ આપશે. આ માટે તમારે ટ્વિટર પર તમારા સવાલોને #AskVijayRupani હેસટેગ સાથે મૂકવાના રહેશે.

આ ત્રિકોણ ભાજપનું સર્કલ તોડશે?આ ત્રિકોણ ભાજપનું સર્કલ તોડશે?

ત્યારે ખાલી વિજય રૂપાણી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં ગુજરાતના અનેક નેતાઓ ટેકનોલોજીની સદઉપયોગ કરવામાં ભારતના કોઇ પણ રાજનેતા કરતા આગળ છે. કેવી રીતે? વાંચો અહીં.

ફેસબુક પર રાજીનામું

ફેસબુક પર રાજીનામું

ભારતના ઇતિહાસમાં પહેલીવાર તેવું બન્યું હતું કે કોઇ મુખ્યમંત્રી તેનું રાજનામુ ફેસબુક જેવા સોશ્યલ મીડિયા માધ્યમ પર આપ્યું હોય! આ વાતનો શ્રેય ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નામે જાય છે. અને તમને તે વાત પણ જણાવી દઉં કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પણ આનંદીબેન હજી પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટને સારી રીતે હેન્ડલ કર્યા છે. તે જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ અને હવે મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના કાર્યોને પ્રમોટ કરતા રહે છે.

#AskVijayRupani

#AskVijayRupani

ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યથી ગુજરાતની જનતાની સાથે જોડાવાનો નવતર પ્રયાસ પણ આ પહેલા ગુજરાતના કોઇ સીએમના નામે નથી ગયો. અને આ સરાહનીય પ્રયાસ પણ વિજય રૂપાણી દ્વારા જ કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાવાનો, તેના દ્વારા લોકોને તેમના કાર્યોમાં જોડવાનો અને જ્યારે મીડિયા તેમના તરફી ના હોય ત્યારે લોકોને તેમના તરફી કરવા માટે સોશ્યલ મીડિયાનો જે રીતે ઉપયોગ કર્યો છે. તે ખરેખરમાં અદ્ઘભૂત છે. અને તેમની આ વાતના કાયલ તેમના વિરોધીઓ પણ છે. તેમની આ અનોખો ચીલો ચાતરવાની રીતે બાદ જ અનેક રાજકારણી મોટા પ્રમાણમાં સોશ્યલ મીડિયા દ્વારા લોકોથી જોડાતા થયા છે.

નવા નેતાઓ

નવા નેતાઓ

એટલું જ નહીં ગુજરાતના યુવા નેતાઓ જેમ કે પાસ કન્વીનર હાર્દિક પટેલ કે દલિત યુવા નેતા જીજ્ઞેશ મેવાણી પણ એટલા જ ટેક્નોસેવી નેતાઓ છે અને તે આ માધ્યમનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

નોંધનીય છે કે હાલ હાર્દિક પટેલ ગુજરાતની બહાર છે પણ તેમ છતાં અવાર-નવાર તે ફેસબુક લાઇવ જેવા ઓપશનનો ઉપયોગ કરીને તેની વાતો પાટીદારો સુધી પહોંચાડતો આવ્યો છે.

સોશ્યલ મીડિયાનો જમાનો

સોશ્યલ મીડિયાનો જમાનો

તે વાત તો બધા જ જાણે છે આવનારો સમય સોશ્યલ મીડિયાનો છે. આજે કોઇ પણ વીડિયો, ફોટો એટલો જલ્દી વાયરલ થઇ અનેક લોકો સુધી પહોંચી જાય છે કે પૂછા ના વાત! અને આ વાતનો ઉપયોગ ગુજરાતી નેતાઓ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી

English summary
How to use Social media? Gujarati Politician know it better. They are ahead of their competitor. Read here why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X