For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના 'ડિઝીટલ ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવા ચંદા કોચર ગુજરાતમાં

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર 31 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિઝીટલ ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવાના અભિયાનમાં જોડાવા માટે આઇસીઆઇસીઆઇના સીઇઓ ચંદા કોચરે ગુજરાતની મુલાકાત લીધી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની આઇસીઆઇસીઆઇ બેન્કના ચેરમેન - મેનેજિંગ ડીરેક્ટર ચંદા કોચરે મંગળવારે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. કોચરે મુલાકાતમાં જણાવ્યું કે તેમની બેન્કે આકોદરા ગામના વિકાસ માટે દત્તક લીધું છે.

બેન્ક દ્વારા સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામને ડિઝીટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટ અન્વયે દત્તક લેવામાં આવ્યું છે. તે સંદર્ભમાં વડાપ્રધાનના ડિઝીટલ ઇન્ડિયા સંકલ્પને સાકાર કરવા ગામમાં નેટબેન્કીંગ, વાઇ-ફાઇ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અંગે તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.

chanda kochar
મુખ્યમંત્રીએ બેન્ક સામાજિક ઉત્તરદાયિત્વ સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં ઘર શૌચાલય નિર્માણ, સ્વચ્છતા- સફાઇ અભિયાન અને કૂપોષણ મુકિ્તના જન આંદોલનમાં પણ યોગદાન આપે તે માટે કોચરને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. જેનો તેમણે સકારાત્મક પ્રતિભાવ આપતાં આ દાયિત્વ પાર પાડવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આકોદરા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રીપદના ગુજરાતના કાર્યકાળ દરમિયાન દેશની સૌ પ્રથમ "એનિમલ હોસ્ટેલ'' નો પ્રારંભ કરાવ્યો હતો.

આ ગામમાં હવે બેન્કે ડિઝીટલ વિલેજનો પાયલોટ પ્રોજેક્ટ જિલ્લા પ્રશાસનના સહયોગમાં શરૂ કર્યો છે. મુખ્યમંત્રીના અગ્રમુખ્યસચિવ કૈલાસનાથન તથા સચિવ અજય ભાદુ આ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

English summary
ICICI bank CEO Chanda Kochar meet Gujarat CM Anandiben Patel, taken responsibility for development of Akodara village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X