For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દેશમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓના વંશજ હિન્દુ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 ડિસેમ્બર: ધર્માંતરણનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે અને એવામાં વીએચપીના કાર્યવાહક અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના નિવેદને આ વિવાદમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય મુસલમાનો અને ખ્રિસ્તીઓના વંશજ હિન્દુ હતા.

તે સોમવારે ગુજરાતના ભાવનગરમાં વીએચપીની સ્થાપનાના 50 વર્ષ પુરા થવાના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે ભારતીય મુસલમાનોના વંશજ હિન્દુ હતા. ખ્રિસ્તીઓના વંશજ પણ હિન્દુ હતા. ઇતિહાસ કહે છે કે મુગલ સમ્રાટો દ્વારા આપવામાં આવેલી યાતનાઓ અને તેમની તલવારો જોરે કેટલાક લોકો પોતાનો ધર્મ પરિવર્તન કરી મુસલમાન બન્યા હતા.

તેમણે કહ્યું હતું કે હજુ ભારતમાં હિન્દુઓ પર કોઇ યાતના થતી નથી અને તેમના પર બળ પ્રયોગ થાય છે. આવી સ્થિતિમાં જો કોઇ હિન્દુ સમાજમાં પરત ફરવા માંગે છે, તો હિન્દુઓને તેમને દિલથી સ્વિકાર કરવા જોઇએ.

pravin-togadia

થોડા દિવસો પહેલાં ત્યારે મોટો વિવાદ પેદા થયો હતો, જ્યારે દક્ષિણપંથી સંગઠન 'ધર્મ જાગરણ મંચે' આઠ ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં 'ઘર વાપસી'નું નામ લઇને એક 'પુનર્ધર્માંતરણ' સમારોહ આયોજિત કર્યો હતો. આ સમારોહમાં લગભગ 100 મુસ્લિમોને હિન્દુ ધર્મ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો. જે લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું તેમાં મોટાભાગે ઝૂંપડીઓમાં રહેનાર લોકો છે.

ગોરખપુરથી ભાજપના સાંસદ યોગી આદિત્યનાથે પણ હિન્દુ સંગઠનના આ આયોજને યોગ્ય ગણાવ્યો હતો અને કહ્યું હૌતં કે આ અનવરત પ્રક્રિયા છે અને આમ ચાલુ રહેશે. કથિત ધર્માંતરણના મુદ્દા પર વિપક્ષ વડાપ્રધાનના નિવેદન પર માંગ કરી રહ્યાં છે.

English summary
Adding fuel to fire in the recent conversion-row, working president of right-wing organisation Vishwa Hindu Parishad (VHP), Pravin Togadia said ancestors of Indian Muslims and Christians were Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X