For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસઃ સસ્પેન્ડેડ પોલીસકર્મીની જામીન અરજી પર CBIને નોટીસ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 નવેમ્બરઃ અમદાવાદની એક અદલાતે ઇશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડેડ એડિશનલ પોલીસ મહાનિદેશક પૃથ્વી પાલ પાંડેયની જામીન અરજી પર મંગળવારે સીબીઆઇને નોટીસ ફટકારી છે.

ishrat-jahan-ahmedabad
વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયે સીબીઆઇને નોટીસ જારી કરીને તેની પાસે પાંડેયની અરજી પર જવાબ માંગ્યો છે. ન્યાયાલય આ અરજી પર હવે 12 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરશે. ગત વર્ષના ઑગસ્ટ માસથી જેલમાં બંધ પાંડેયએ નકલી એન્કાઉન્ટર મામલે નિયમિત જામીનની માંગ કરી છે. તેમણે કહ્યું છેકે, સીબીઆઇએ તેમની વિરુદ્ધ કોઇ ખાસ સાક્ષ્સ રજૂ કર્યા નથી.

1982 બેંચના આઇપીએસ અધિકારી પાંડેય એ સમયે અમદાવાદના સંયુક્ત પોલીસ આયુક્ત(ગુના) હતા, જ્યારે મુંબઇની વિદ્યાર્થિની ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લે, અમજદ અલી રાણા અને જીશાન જોહરનું 15 જૂન 2014ના રોજ શહેરના બહારના વિસ્તારમાં ગુના શાખા દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સીબીસીઆઇએ પાંડેય સહિત ગુજરાત પોલીસના સાત પોલીસકર્મીઓને આરોપી બનાવ્યા હતા અને તેમના પર હત્યા અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઇએ 3 જુલાઇ 2013ના પોતાના આરોપપત્રમાં આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું અને તેને ગુજરાત પોલીસ અને જાસૂસી સંસ્થાનું સંયુક્ત અભિયાન ગણાવ્યું હતું.

English summary
A local court issued notice to CBI, the probing agency in Ishrat Jahan alleged fake encounter case, and sought its reply with regard to bail plea of suspended Additional Director General of Police Pruthvi Pal Pandey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X