For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં અપ્રમાણસર મિલકતના કિસ્સોમાં થયા નવા ખુલાસા

|
Google Oneindia Gujarati News

જામનગર મહાનગર પાલિકાના ફરજ મોકૂફ થયેલા ટીપીઓ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર જે.વી.સેદાણીની કરોડોની અપ્રમાણસર મિલકતનો આંકડો બહાર આવતા લોકો ચોંકી ઉઢયા હતા. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર જે.વી.સેદાણીને ત્યાં મંગળવારે જામનગર તેમજ જૂનાગઢ, રાજકોટ અને ભુજ એસીબીના અધિકારીઓએ સેદાણીની અપ્રમાણસરની મિલકત અંગે તપાસણી શરૂ કર્યા બાદ તે બહાર આવ્યું હતું કે પાછલા 10 વર્ષમાં સેદાણીએ 8 કરોડ રૂપિયા કમાયા છે.

વળી તમના ઘરમાં તેમના વિશાળકાય બાથરૂમ અને ભવ્ય મહેલ જેવા ઘરની તસવીરોએ લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં આટલી મોટા પાયે અપ્રમાણસર મિલકતનો આ પ્રથમ કિસ્સો છે. ત્યારે બુધવારે સદાણીના તેમના બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. જોકે તેમાં કંઇ વાંધાજનક મળ્યું ન હોવાનું. પણ ધીરે ધીરે જ આ કેસના નવા ખુલાસા બહાર આવ્યા છે જે નીચે મુજબ છે.

મિલકતના સત્તાવાર આંકડા

મિલકતના સત્તાવાર આંકડા

એસીબી દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યુ હતું કે સેદાણી તથા તેના પરિવારની છેલ્લા દસ વર્ષની આવક રૂપિયા 7,94,95,020 થઈ છે. આ દરમિયાન તેઓએ રૂપિયા 10,26,90,906નું સ્થાવર તથા જંગમ મિલકતોમાં રોકાણ અને ખર્ચ કર્યો છે. સેદાણી પાસે રૂપિયા 2 કરોડ 31 લાખ 95 હજાર 886ની અપ્રામાણસર મિલકત જાહેર થવા પામી હતી.

તપાસમાં બહાર આવ્યું આ

તપાસમાં બહાર આવ્યું આ

સેદાણીએ અને પરિવારજનોએ 65 વ્યક્તિઓ પાસેથી હાથ ઉછીના 3,08,60,000 રૂપિયા લીધા હતા અને આ રકમ રોકડમાં બેન્ક ખાતાઓમાં જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે. મુદ્દે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે

પુત્રીના રાજશાહી લગ્નને પુત્રના ખર્ચા

પુત્રીના રાજશાહી લગ્નને પુત્રના ખર્ચા

જગદીશ સેદાણીના પુત્ર ઉજજવલે પોતાના ખાસ આકડાવાળા મોબાઇલ નંબર માટે અધધ રકમ ચૂકવવી છે તેની માહિતી પણ એસબીનીને મળી હતી. તો સેદાણીએ પુત્રીના લગ્ન રાજાશાહી અંદાજમાં કર્યા હતા તે બાબત પણ એસીબીએ ધ્યાને લીધી છે.

ગુનો નોંધી તપાસ

ગુનો નોંધી તપાસ

આ કેસમાં જિલ્લાની એસીબી ટુકડીઓ દ્વારા તમામ દસ્તાવેજો જપ્ત કરી અને જે.વી.સેદાણી વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

English summary
Jamnagar Lots of money and property case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X