For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજો મેડિકલ ટેસ્ટ થયો પૂર્ણ; શું જયેશ પટેલની પોલ ખુલશે?

|
Google Oneindia Gujarati News

21 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરનાર જાણીતી શિક્ષણ સંસ્થા પારૂલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશ પટેલનો આજે બીજો મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જ્યાં પહેલા મેડિકલ ટેસ્ટમાં જયેશ પટેલ વીર્ય ટેસ્ટ આપવા મામલે સહકાર નહતો આપ્યો ત્યાં જ આજના ટેસ્ટમાં તેમના વીર્યના નમૂના પણ મેળવવામાં આવ્યા છે. અને સાથે તેમનો ડિએનએ ટેસ્ટ લેવામાં આવ્યો છે.

જાણો કેમ નરાધામ જયેશ પટેલનો બે વાર થશે મેડિકલ ચેકઅપ?

સાથે જ હવે પોલિસ તેમને ધટના સ્થળે લઇ ગઇ છે જ્યાં દુષ્કર્મ થયું હતું જેથી કરીને ધટનાને યોગ્ય તપાસ થઇ શકે. નોંધનીય છે કે આ આખા કેસમાં જયેશ પટેલનો મેડિકલ ટેસ્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટેસ્ટ જયેશ પટેલને ફસાવી પણ શકે છે અને બચાવી પણ. ત્યારે શું કરાયું આ મેડિકલ ટેસ્ટમાં અને તેનાથી આ કેસમાં શું અસર પડશે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

પહેલો ટેસ્ટ

પહેલો ટેસ્ટ

પહેલા મેડિકલ ટેસ્ટ દરમિયાન જયેશ પટેલના નખ, ગુપ્તાંગના વાળના અવશેષો લેવામાં આવ્યા હતા. જો કે આ ટેસ્ટમાં વીર્ય ટેસ્ટ અંગે જયેશ પટેલ દ્વારા સહકાર ન અપાતા આજે તેમનો ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

બીજો ટેસ્ટ

બીજો ટેસ્ટ

આજના આ ટેસ્ટમાં તેમનો ડીએનએ ટેસ્ટ અને વીર્ય ટેસ્ટ બન્ને લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પીડિતોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે વીર્યના નમૂના દ્વારા તે સ્પષ્ટ થશે કે જયેશ પટેલે જ આ દુષ્કર્મ કર્યું છે કે નહીં!

પોલિસ તપાસ

પોલિસ તપાસ

પોલિસે આ કેસમાં આજે મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ જયેશ પટેલને આ દુષ્કર્મ જે જગ્યા થયું હતું અને યુવતીએ જે મુજબની માહિતી આપી હતી તે સ્થળે જયેશ પટેલને પણ લઇ ગઇ છે જેથી તેનું પણ આ અંગે નિવેદન લઇ શકાય અને યોગ્ય તપાસ કરી શકાય

જયેશ પટેલ

જયેશ પટેલ

નોંધનીય છે કે શિક્ષણ જગત અને રાજકારણ બન્નેમાં જયેશ પટેલ એક વગદાર ઓળખ ધરાવે છે. ત્યારે આ કેસને સ્ટ્રોંગ બનાવવા માટે યોગ્ય મેડિકલ પુરાવાનું સમર્થન મળવું ખૂબ જ જરૂરી બની જાય છે.

દૂધનું દૂધ પાણીનું પાણી

દૂધનું દૂધ પાણીનું પાણી

ત્યારે જો જયેશ પટેલના આ મેડિકલ ટેસ્ટ નમૂના પીડિતાના નમૂના સાથે મેળ થઇ ગયા અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો આવનારો સમયમાં નરાધામ જયેશ પટેલને જેલની હવા ખાવાનો મોકો ચોક્કસથી મળશે!

English summary
Jayesh Patel Medical Test Latest update in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X