For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદ અપહરણ કેસમાં માંનું પ્રેમપ્રસંગ નીકળતા આવ્યો નવો વળાંક

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલે નર્મદાનો મુદ્દો ઉઠાવ્યો

રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલે નર્મદાનો મુદ્દો ઉઠાવ્યો

રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલે નર્મદા મુદ્દો ઉઠાવીને કેન્દ્ર સરકાર સમક્ષ નર્મદાને બચાવવા માટે નિષ્ણાંતોની ટીમ મોકલવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે નર્મદા સુકાઇ રહી છે અને જો આવું જ ચાલતું રહ્યું તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા આવનારા સમયમાં ગુજરાતની મોટી સમસ્યા બનીને ઊભી રહેશે.

અમદાવાદમાં શંકર સિંહ વાધેલાએ દલિત પીડિતોની મુલાકાત લીધી

અમદાવાદમાં શંકર સિંહ વાધેલાએ દલિત પીડિતોની મુલાકાત લીધી

રાજકોટ હોસ્પિટલમાંથી ઉનાના દલિત પીડિતોની તબિયત લથડતા તેમને ફરી અમદાવાદ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના વિધાનસભાના વિરોધપક્ષના નેતા એવા શંકર સિંહ વાધેલાએ પીડિતોની મુલાકાત લઇને તેમને સાંત્વના આપી હતી.

શ્રાવણ મહિનો શરૂ થયા ધમધમ્યા જુગાર અડ્ડા પોલિસની રેડ

શ્રાવણ મહિનો શરૂ થયા ધમધમ્યા જુગાર અડ્ડા પોલિસની રેડ

શ્રાવણ મહિનો નજીક આવતા જ રાજ્યભરમાં જુગારીઓના રાફડા ફાટી નીકળ્યા છે. ત્યારે બનાસકાંઠામાંથી પોલિસે જુગારીઓને પકડીને તેમની પાસેથી 1.51 લાખની મત્તા અને મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો. તો સાથે જ અમદાવાદમાંથી પણ 34 જુગારીઓને પોલિસે ઝડપ્યા છે.

ગુજરાતમાં વરસાદની મેધમહેર, ક્યાંક ત્રાટક્યો તો ક્યાંક ખાલી ભીજવ્યો

ગુજરાતમાં વરસાદની મેધમહેર, ક્યાંક ત્રાટક્યો તો ક્યાંક ખાલી ભીજવ્યો

હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કર્યા બાદ રાજ્યભરમાં ભરે વરસાદ મહોલ અનુભવાયો છે. દક્ષિણ ગુજરાત, હિંમતનગર, મહુવા, સુરતમાં જ્યાં સારો વરસાદ પડ્યો છે ત્યાં જ અમદાવાદ અને મહેસાણા છૂટોછવાયો વરસાદ માણીને જ ખુશ થઇ રહ્યા છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની શક્યતા છે. ત્યારે ખેડૂતોને આ વરસાદથી જીવનદાન મળ્યું છે.

અ'વાદ અપહરણ કેસમાં માંનું પ્રેમપ્રસંગ નીકળતા આવ્યો નવો વળાંક

અ'વાદ અપહરણ કેસમાં માંનું પ્રેમપ્રસંગ નીકળતા આવ્યો નવો વળાંક

અમદાવાદના 12 વર્ષિય બાળક જય પટેલના અપહરણ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. બાળકની માતા સોનલ પટેલના કથિત પ્રેમનું નામ આ અપહરણ કેસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે જયના પિતા અમેરિકામાં રહે છે. અને સોનલબેન અહીં એકલા પુત્ર સાથે રહે છે. જો કે આ અંગે સોનલબેને સ્પષ્ટતા આપી હતી કે પોલિસ ખોટી રીતે તેમને ફસાવી રહી છે. તેમણે કહ્યું કે "ગમે તે હોય હું મારા છોકરા જોડે થોડુંને આવું કરું?" ત્યારે હાલ તો આ કેસમાં તપાસ ચાલી રહી છે.

English summary
Read today top latest local gujarat news in pics in gujarati here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X