For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના લોકાયુક્ત બનવા જસ્ટીસ મેહતાનો ઇનકાર

|
Google Oneindia Gujarati News

r a mehta
અમદાવાદ, 7 ઑગસ્ટ: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર જસ્ટીસ મેહતાએ આખરે ગુજરાતના લોકાયુક્તનો હોદ્દો સંભાળવાનો આજે ઇનકાર કરી દીધો છે. જસ્ટીસ મેહતાએ રાજ્યપાલ કમલા બેનવાલને પત્ર લખીને આ પદ નહીં સંભાળવા અંગેના કારણો પણ જણાવ્યા છે.

લાંબા સમયથી એવી અટકળો હતી કે ગુજરાતના લોકાયુક્ત તરીકે જસ્ટીસ મેહતા પોતાનું પદ ક્યારે સંભાળશે. પરંતુ આજે તેમણે રાજ્યપાલને આ અંગેનો પત્ર લખીને આ પદ નહીં સંભાળવાનો ઇનકાર કરી દીધો. આના માટે તેમણે પોતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટે ગુજરાત સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હતો, જેને પગલે રાજ્યપાલે જસ્ટીસ આર.એ મેહતાના નામની ભલામણ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આ પદ સંભાળવા માટે નિર્દેશ આપ્યા હતાં, જોકે રાજ્ય રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

આમ છતાં અંગત કારણોસર તેઓ આ પદની જવાબદારી લાંબા સમયથી ન્હોતા સંભાળી રહ્યા. આજે આખરે તેમણે રાજ્યપાલને પત્ર લખી આ હોદ્દો નહીં સ્વીકારવાનું જણાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તનું પદ ખાલી છે અને હવે આ પદની ભરતી કરવા માટે નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે.

English summary
R A Mehta, who had been appointed as Gujarat Lokayukta, refuses to take charge of the post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X