For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશોદ દત્તક બાળક અપહરણ-હત્યા કેસમાં આવ્યો નવો NRI વળાંક

કેશોદ દત્તક બાળક કેસમાં મુખ્ય આરોપી તરીકે બાળકને દત્તક લેનાર લંડનની મહિલાના ભાઈની પોલીસે ધરપકડ કરી. વધુ વાંચો અહીં..

|
Google Oneindia Gujarati News

કેશોદમાં દત્તક બાળકના અપહરણ અને તે પછી હત્યા મામલે કેસમાં હાલ નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે બાળકને દત્તક લેનાર લંડનની મહિલાના ભાઈની ધરપકડ કરી છે. આરોપી નીતેષ શ્યામલાલ મુંડે બેનની સંપત્તિમાં ભાગ પડવાની બીકે ગુનો આચર્યાની શક્યતા કારણે આ ધરપકડ કરવામાં આવી છે. - પોલીસ તપાસમાં દત્તક લેનાર માં પણ અપહરણ-હત્યાના કાવત્રામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

keshod kidnap child

નોંધનીય છે કે 2015 ના 7માં મહિનામાં મૃતક બાળકને દત્તક લેવામાં આવ્યો હતો અને 8 માં મહિનામાં 1.5 કરોડ નો વીમો ઉતારવામાં આવ્યો હતો. વીમાની શરતો પ્રમાણે નો સમયગાળો પસાર થઇ ગયા પછી અપહરણ-હત્યાનો આખો પ્લાન અમલમાં મુકાયો હોવાની સંભાવના પણ બહાર આવી છે. અપહરણ અને હત્યાના કેસમાં સાવકી માં, તેનો માનેલો ભાઈ સહીત અન્ય એક વ્યક્તિ સામેલ હોવાની શક્યતા પોલીસને દેખાઇ રહી છે.

Read also: કેશોદ નજીક બાળકના અપહરણનો પ્રયાસમાં, બાળકનું મૃત્યુRead also: કેશોદ નજીક બાળકના અપહરણનો પ્રયાસમાં, બાળકનું મૃત્યુ

ત્યારે હાલ તો પોલીસ આ દિશામાં આગળ તપાસ કરી રહી છે. ત્યારે આ કેસની વિગતો તેવી છે કે જૂનાગઢના કેશોદ નજીક માણેકવાડા પાસે મૃતક તરૂણ ગોપાલ તેના બનેવી સાથે જઇ રહ્યા હતો. ત્યારે કારમાં બેસેલા 11 વર્ષીય ગોપાલને બે બુકાનધારીઓએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પણ હાજર રહેલા બનેવી બચાવવાનો પ્રયાસ કરતા બન્ને લોકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં અપહરણકારોએ મૃત યુવક અને બનેવીને છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ સગીર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગોપાલનું મોત થઇ ગયું હતું.

English summary
Keshod Child Kidnap and Murder case has new twist. Read more details on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X