For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સિંહ બાળને બચાવવા 80 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યો એક માણસ

ગજરાતના ગીર સોમનાથમાં 2 વર્ષનું સિંહ બાળ 80 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. રેસ્ક્યુ ટીમે તેને કઇ રીતે બહાર કાઢ્યું, જુઓ આ વીડિયોમાં..

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાતના ગીરમાં એક સિંહનું બચ્ચુ ઊંડા કૂવામાં પડી ગયું હતું. આસપાસના લોકોને આ વાતની જાણ થતાં તુરંત વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી. લગભગ 6 કલાકના પ્રયત્નો બાદ સિંહના બચ્ચાનો આબાદ બચાવ થયો હતો. સિંહના બચ્ચાને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તેને પ્રારંભિક મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યું.

lion cub somnath gujarat

આ ઘટના 9 જુલાઇની છે. સિંહનું બચ્ચુ જે કૂવામાં પડ્યું હતું, તેની ઊંડાઇ 80 ફૂટ હતી. સૂચના મળતાં જ રેસ્ક્યૂ ટીમ ત્યાં પહોંચી હતી. કૂવાની ઊંડાઇને કારણે સિંહના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવું જરા કપરું હતું. આખરે રેસેક્યુ ટીમના એક સભ્યએ હિંમત બતાવતાં કૂવામાં ઉતરવાનું નક્કી કર્યું. તેને એક પાંજરામાં બેસાડીને કૂવામાં ઉતારવામાં આવ્યો. આ માણસે બહાદુરીપૂર્વક સિંહના બચ્ચાને દોરીથી બાંધ્યું અને ઉપર આવી ગયો. ત્યાર બાદ સિંહના બચ્ચાને દોરી વડે ઉપર ખેંચી લેવામાં આવ્યું. થોડા સમય પહેલાં આ જ રીતે એક સિંહ બાળ 35 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું અને તેને પણ વન વિભાગની ટીમ દ્વારા કંઇક આ રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.

આ સિંહ બાળ 2 વર્ષનું હતું. 80 ફૂટના કૂવામાં તેને કઇ રીતે બહાર કાઢવામાં આવ્યું, તેનો વીડિયો જુઓ અહીં..

English summary
A 2-year-old lion cub rescued from 80-feet deep farm well Gujarat's Gir Somnath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X