For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017: અથથી ઇતિ સુધી શું થયું વાંચો અહીં

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની તમામ લેટેસ્ટ બ્રેકિંગ ખબરો જાણવા આ પેજને રિફ્રેશ કરતા રહો.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે આ સમિટમાં હાજર રહેવા માટે વિવિધ દેશાના પ્રતિનિધિઓ, અનેક કંપનીના સીઇઓ અને ડેલિગેટ્સ મહાત્મા ગાંધી ભવન ખાતે પહોંચી ગયા છે. ત્યારે હાલ આ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. અને પીએમ મોદી સમેત તમામ અતિથિગણ કાર્યક્રમમાં હાજર છે.

અહીં વાંચો - નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું

modi

6:25 PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં પોતાના ભાષણનું શરૂઆત કરી.

6:28 PM પીએમ મોદી કહ્યું જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત

6:30 PM પીએમ મોદી કર્યું બધાનું સ્વાગત. નવા વર્ષની આપી શુભેચ્છા

પીએમ મોદી: તમામ પાર્ટનર્સના સપોર્ટ વગર આ સમિટની સફળતા શક્ય નહોતી. 100 થી વધુ દેશોના ડેલિગેટ્સે હાજરી આપી આ કાર્યક્રમને ખરેખરમાં એક ગ્લોબલ ઇવેન્ટ બનાવ્યો છે.

અહીં વાંચો - Vibrant Gujarat 2017: અત્યાર સુધીમાં 23 હજાર MOU થયા

ગુજરાત વેપારી ગઢ

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે. ગુજરાત ભારતનું વ્યાવસાયિક ગઢ છે. ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ ભારતની તાકાત છે. ગુજરાત દેશના વેપારી વૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

vibrant gujarat

3:48 PM : મુખ્યમંત્રી વિજય રૂપાણીની વેલકમ સ્પીચ શરૂ. વિજય રૂપાણી હાજર તમામ લોકોનું કર્યું સ્વાગત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

3:30 PM : જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલએ "જય ગરવી ગુજરાત" ગીત ગાઇને કાર્યક્રમની શરૂઆત કરી

3:30 PM : ગ્લોબલ ઇનવેસ્ટમેન્ટ કાર્યક્રમની થઇ શરૂઆત. પીએમ મોદી સમતે તમામ અતિથિઓ પહોંચ્યા કાર્યક્રમમાં.

અહીં વાંચો - PM Modi Speech: ગુજરાત ભારતનું વ્યાવસાયિક ગઢ છે

modi

4:00PM - વિજય રૂપાણી: વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે માત્ર એક સમિટ નથી રહી એક બ્રાન્ડ બની ગઇ છે.

4:05 PM - જાણીતા બિઝનેસમેન રતન ટાટાએ કહ્યું "હું પણ ગુજરાતી જ છું"

4:06 PM - દેશના ટોપના સ્ટેટમાંથી ગુજરાત એક છે તે માટે ગર્વ અનુભવું છું : રતન તાતા

વધુમાં રતન ટાટાએ કહ્યું કે ગુજરાતમાં જે લોકો રોકાણ નથી કરતા તે મૂર્ખા છે!

ratan

4:10 PM - મુકેશ અંબાણીએ કહ્યું કે 2003થી તમામ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હું આવું છું

4:15 PM - મુકેશ અંબાણી: મને ગર્વ છે કે રિલાયન્સ એક ગુજરાતી કંપની છે. રિલાયન્સ ગુજરાતમાં 2400 કરોડનું સૌથી મોટું રોકણ કર્યું હતું. ગુજરાતમાં ભરોસો છે એટલે રોકાણ કરીએ છીએ. અને સામે પણ એટલો જ પ્રેમ અને ભરોસો મળે છે.

ambani

4:30 PM - જાપાનના ઉદ્યોગપતિ અને સુઝુકીના માલિક તોશિ હિરો અને એમરસનના સીઇઓ ડેવિડફ્રાર કર્યા ગુજરા અને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ.

vibrant
English summary
Read here all the latest news update on Vibrant gujarat summit 2017. Where Prime minister Narendra Modi inaugurated the function at Gandhinagar, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X