For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહારાએ 6 મહિનામાં 9 વાર મોદીજીને કરોડો રુપિયા આપ્યા: રાહુલ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં નવસર્જન જનસભાને સંબોધવાના છે જેના પગલે મહેસાણામાં રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં નવસર્જન જનસભાને સંબોધવાના છે જેના પગલે મહેસાણામાં રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે. ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. પાટીદાર અગ્રણીઓ સાથે પણ રાહુલની મુલાકાતની સંભાવના છે.

rahul

રાહુલ ગાંધીએ મહેસાણામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને સંબોધી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે નોટબંધી, કાળાનાણા, ખેડૂતો વગેરે મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યા. મોદી પર રાહુલે મોટા આક્ષેપો કર્યા. તેમણે કહ્યુ કે સહારાએ નરેન્દ્ર મોદીને 6 મહિનામાં 9 વખત કરોડો રુપિયા આપ્યા. આઇટી વિભાગ પાસે તમામ માહિતી છે. મારી પાસે તમામ હિસાબ-કિતાબ છે.

ભરતસિંહ સોલંકીએ સંબોધન કરતા કહ્યુ કે, 'રાહુલ પીએમ હોત તો કાશ્મીરનો ઉકેલ આવ્યો હોત અને ચીનને જડબાતોડ જવાબ આપ્યો હોત. આરએસએસ એ મહાત્મા ગાંધીનુ ખૂન કર્યુ છે. ભાજપના નેતાઓ બફાટ કરે છે. જાતજાતની જાહેરાતો કરીને લોકોને છેતરે છે. વારેઘડીએ મુખ્યમંત્રી બદલે છે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રના લોકોને છેતર્યા છે.

rahul

શંકરસિંહ વાઘેલાએ કહ્યુ, 'મોદીએ લોકોની લાગણીઓને છંછેડી છે. પ્રજા હિસાબ માંગે છે. મોદીએ કયો ત્યાગ કર્યો છે. ત્યાગના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. ગુજરાતમાં 40 લાખથી વધુ બેકાર છે. વાઘેલાએ લોકોનો આભાર માન્યો.

શંકરસિંહ વાધેલાનું સંબોધન

એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ, ચૌધરી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજના આગેવાન તરફથી રાહુલ ગાંધીને સ્મૃતિ ચિહન અર્પણ કરી સમ્માન કરાયુ.

rahul
  • પાટીદાર સમાજ તરફથી સ્મૃતિચિહન અર્પણ કરાયુ.
  • ઠાકોર સમાજ દ્વારા સ્મૃતિ ચિહન અર્પણ કરાયુ.
  • રાહુલ ગાંધીનું શંકર સિંહે હાર પહેરાવી સ્વાગત કર્યુ.
  • રાહુલ ગાંધી આવી પહોંચ્યા મહેસાણા, થોડી વારમાં સંબોધશે જનસભા. લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.
rahul
  • રાહુલ ગાંધી મંદિર પરિસરમાંથી પૂજા કર્યા બાદ મહેસાણા જવા રવાના થયા.
  • મંદિર પરિસરમાં શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધી સાથે જોડાયા. રાહુલ ગાંધીનું શાલ ઓઢાડી સમ્માન કરાયુ. ઉમિયાધામ ટ્રસ્ટીઓ અને અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ.
  • રાહુલ ગાંધી ઉમિયાધામ મંદિર પરિસરમાં પહોંચ્યા, અહીં કરશે પૂજન અર્ચન.
  • રાહુલ ગાંધી ઉંઝા પહોંચ્યા, થોડી વારમાં પહોંચશે મહેસાણા.
  • ઉંઝામાં હેલિપેડથી ઉમિયા માતા મંદિર સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષની સુરક્ષા માટે 1 ડીવાએસપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ સહીત 160 પોલીસ જવાનો તૈનાત છે.
  • તમામ કોંગ્રેસી નેતાઓ સભા સ્થળે મંચ પર ઉપસ્થિત થયા. સફેદ ટોપીઓમાં સજ્જ પાટીદારો 'જય સરદાર પાટીદાર' ના નારા લગાવી રહ્યા છે.
  • ધાર્યા કરતા બમણી જનમેદની સભા સ્થળે ઉમટી પડી છે. રસ્તાઓ પર લોકોનો ધસારો. ગુજરાતભરમાંથી કાર્યકરો ઉમટ્યા.
  • મહેસાણામાં સભા સ્થળે કોંગ્રેસના અગ્રણીઓ હાજર.
  • રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. જ્યાંથી તેઓ ઉંઝા જવાના રવાના થયા છે.
English summary
Live: rahul gandhi in mahesana, gujarat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X