For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડધરીના સણોસરા નજીક આવેલ આજી-3 ડેમથી લોકાર્પણ કર્યું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિષે તમામ વિગતો જાણો નીચે....

modi

નર્મદે સર્વ દેનો નારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત નર્મદે સર્વ દેના નારાથી કરી. ગુજરાતીમાં મોદીનું ભાષણ શરૂ થતા જ લોકોએ તેમને ભારે હર્ષથી વધાવી લીધા.
હવે મને આવડી ગયું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતે મને ધણુ શીખવ્યું છે. અને તે મને આજે પણ ખૂબ કામ આવે છે. હવે મને આ કામ બરાબર આવડી ગયું છે.
મારી આવડતનો લાભ
તેમણે કહ્યું કે મારી આ આવડતનો લાભ દેશવાસીઓને પણ મળે તેવો જ મારો પ્રયાસ છે.

શું છે સૌની યોજના અને ગુજરાતને તેનાથી શું લાભ મળશે?શું છે સૌની યોજના અને ગુજરાતને તેનાથી શું લાભ મળશે?

યુરીયા મોકલો: મોદી
હું સીએમ હતો ત્યારે અનેક વાર મેં વડાપ્રધાનને યુરિયા માટે પત્રો લખ્યા. તેમણે કહ્યું કે તેમના આ પ્રશ્નોને તેમને વડાપ્રધાન બનતા જ નીમ કોટિંગ દ્વારા ઉકેલ્યો જેનો લાભ ખેડૂતોને થયો. વધુમાં ભાજપ સરકારે વ્યવસ્થા વધારીને યુરિયાના ઉત્પાદનમાં 20 લાખ ટનનો વધારો કર્યો.

modi

દોઢ દાયકાની તપસ્યા
વધુમાં તેમણે કહ્યું કે "ટુકડા ફેંકીને ચૂંટણી ચાલે પણ દેશ ન ચાલે. દોઢ દાયકો અમે જે તપસ્યા કરી છે તેનું આ પરિણામ છે. "
નર્મદા
મોદીએ કહ્યું કે નર્મદાના પાણી મળતા જ સૌરાષ્ટ્રના મગફળી અને કપાસના ઉત્પાદનોમાં મોટા વધારો થશે. સૌરાષ્ટ્રની 6 નદીમાં "સૌની" યોજનાથી તાકાત મળશે.
વિકાસનો મંત્ર
મોદીએ કહ્યું કે વિકાસનો મંત્ર ગુજરાતના જાહેર જીવનને નવી ઊંચાઇએ લઇ જશે. વિકાસની ગતિમાં ભારત આગળ વધ્યું છે. અને વિશ્વ પણ ભારતની આ ગતિને સ્વીકારે છે.
ગેસ કનેક્શન, LED બલ્બ
મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 45 ટકા ગેસ કનેક્શન દલિત પરિવારોને મળ્યા છે. સાથે જ એલઇડી બલ્બ વિતરણમાં ગુજરાત નંબર વન છે. જે આનંદીબેન અને વિજયરૂપાણીની યોજનાઓનું પરિણામ છે.

મોદીનો સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થા વિષે જાણો અહીં. મોદીનો સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થા વિષે જાણો અહીં.

બેટી બચાવો અને સ્વચ્છતા
સાથે જ તેમણે કહ્યું કે સ્વચ્છતાના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ ઊભી કરવી જરૂરી છે. સાથે જ તેમણે રિયો ઓલમ્પિકમાં દેશની દિકરીઓ જે રીતે ભારતની લાજ રાખી છે તે જોતા બેટી બચાવો બેટી પઢાવોની વાત પર પણ જોર આપ્યું.
નર્મદા સર્વ દે
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણનો અંત પણ નર્મદા સર્વદેના નારાથી જ કર્યો જેને તમામ લોકોએ જીલી લીધો.

English summary
Live update of Modi Speech and sauni yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X