For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13,860 કરોડ રૂપિયા મારા નથી કોઇ બીજાના છે: મહેશ શાહ

અમદાવાદના વેપારી મહેશ શાહની પોલિસે કરી ધરપકડ. મહેશ શાહ કહ્યું 13860 કરોડ રૂપિયા મારા નથી. મજબૂરીમાં મેં આમ કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

આઇડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાના કાળા નાણાં જાહેર કરનાર અમદાવાદના વેપારી મહેશ શાહની આજે સરખેજ પોલિસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે કાળા નાણાં જાહેર કર્યા પછી મહેશ શાહ ફરાર હતો. ત્યારે આજે તેને એક ખાનગી ચેનલ સમક્ષ પોતાની જાતને જાહેર કરી જે બાદ પોલિસે તેને ચેનલના સ્ટિડિયો પરથી સરખેજ પોલિસ સ્ટેશનમાં વધુ પુછપરછ માટે લઇ ગઇ છે.

mahesh shah

નોંધનીય છે કે મહેશે ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ રૂપિયા તેના નથી. તેને મજબૂરીમાં આ કામ કર્યું છે. વધુમાં આ રૂપિયા કોના છે? તે વાતનો ખુલાસો તે આયકર વિભાગ સમક્ષ કરશે. મહેશ શાહે જણાવ્યું કે આ તમામ મામલામાં તેના પરિવારને વચ્ચે લાવવામાં ન આવે. અને તે તેના પરિવારની સુરક્ષાને લઇને ચિંતિત છે. વળી તેણે સ્પષ્ટતા આપી કે પૈસાની જાહેરાત તેણે કરી હતી તે સાચી છે.

જાણો કોણ છે મહેશ શાહ?જાણો કોણ છે મહેશ શાહ?

વધુમાં મહેશ શાહે જણાવ્યું કે પરિસ્થિતિઓ તેમને છુપાવવા માટે મજબૂર કર્યા હતા. અને તે ભાગ્યા નહતા. વળી તેમણે જણાવ્યું કે આ રોકડ રકમ બીજા વેપારીઓ અને રાજનેતાઓની છે. નોંધનીય છે કે મહેશ શાહની આસપાસના પડોશીઓ પણ મહેશ શાહના આ ખબર સાંભળીને આંચકો લાગ્યો હતો. કારણ કે તેમના મુજબ મહેશ શાહ અવાર નવાર અનેક લોકો જોડેથી ઉધારી લેતો હતો. ત્યારે બીજા જોડે ઉધારી લેનાર વ્યક્તિ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા તેવી પડોશીઓને અસમંજસ હતી.

નોંધનીય છે કે અમદાવાદના 67 વર્ષના વેપારીએ આનકમ ડિક્લેરેશન સ્કીમ એટલે કે આઇડીએસ હેઠળ 30 સપ્ટેમ્બરના રોજ નાટકિય રીતે 13,860 કરોડ રૂપિયા બેનામી સંપત્તિ તરીકે જાહેર કર્યા હતા. જે પછી 2 ડિસેમ્બરના રોજ તેમના ઘરે આયકર વિભાગે દરોડો પાડ્યો હતો.

English summary
Mahesh Shah who disclosed Rs 13860 cr money, says that was not his money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X