For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#ModiinModasa : હું ક્યારેક મોડાસા સ્કૂટર પર આવતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડાસા ખાતે પાણી પુરવઠા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહ્યા હતા હાજર.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે મોડાસા ખાસે આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે આજે પીએમ મોદી મેશ્વો ડેમ ખાતે પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સાથે એસટીબસ પોર્ટનું ડિજિટલ ભૂમિ પૂજન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ યોજનાથી ગુજરાતની પાણીને લગતી સમસ્યાનો એકાંદરે નિકાલ થશે તેમ મનાઇ રહ્યું છે. ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે ફૂલહાર દ્વારા સ્વાગત કર્યું હતું.

modi

મોડાસા ખાતે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે મોડાસા મારા માટે નવુ નથી, હું ક્યારેક મોડાસા, મેઘરજ, માલપુરમાં સ્કૂટર પર આવતો. તેમણે કહ્યું કે હું મોડાસામાં જવાબદારી સાથે આવ્યું છે. પીએમ મોદીએ અહીં કેમ છો સંબોધન સાથે શરૂઆત કરતા જનમેદની ખુશીથી ઝૂમી ઉઠી હતી. ત્યારે ગુજરાત પ્રવાસના આજના પીએમ મોદીના કાર્યક્રમ મુજબ મોડાસા બાદ તે 12 વાગ્યા જેવા ગાંધીનગર પરત ફરશે. અને બપોરે રાજભવન ખાતે ભોજન લઇને તે બપોરે 2 વાગે ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ટેક્સટાઇલ ઇન્ડિયા 2017ના એક્ઝિબીશનનું ઉદ્ધાટન કરશે. અને 2:30 થી 4:15 સુધી મહાત્મા મંદિર રોકાઇ મણીનગર જવા નીકળશે. વળી પીએમ મોદી તેમની આ મુલાકાતમાં તેમની માતા હિરાબાને પણ મળે તેવી સંભાવના છે. ગત મુલાકાત દરમિયાન તે હિરા બાને નહતા મળ્યા.

English summary
Prime Minister Narendra Modi at inauguration ceremony of two water projects in Gujarat Modasa. CM Gujarat Vijay Rupani also present there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X