For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મોદીથી સામે આ મહિલા સરપંચને મોઢું દબાઇ લઇ ગયા

પીએમ નરેન્દ્ર મોદીના ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાંથી એક મહિલાને મોઢું દબાવીને સુરક્ષાકર્મીઓએ નીકાળી. જાણો અહીં કોણ હતી તે મહિલા અને શું કહેવું હતું તેને મોદીને!

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

મહાત્મા મંદિર ખાતે આયોજિત મહિલા સરપંચોના કાર્યક્રમ સ્વચ્છ શક્તિ 2017 દરમિયાન ઉત્તર ભારતની એક મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકાકેક જોર જોરથી બોલવા લાગી હતી. ઉત્તરપ્રદેશ ગૌતમ બુદ્ઘા નગરની આ મહિલા સરપંચના સુત્રોચ્ચાર બાદ સુરક્ષાકર્મીઓ અચાનક જ આ મહિલાનું મોઢું દબાવીને તેને પ્રેસની સાથે પણ વાત ન કરવા દઇ ત્યાંથી બહાર લાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ બધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મહિલા દિવસ નિમિત્તે જ બન્યું હતું.

modi

આ મહિલા ને કોર્ડન કરી બહાર લઈ ગયા હતા. જોકે પોલીસે આ મહિલાની આસપાસ મીડિયા ના પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખી હતી. બિન સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મહિલા ઉત્તર ભારતના નોઈડા ની રહેવાસી છે અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે રજુઆત કરી હતી. જો કે મહિલા સરપંચ કાર્યક્રમ દરમિયાન તેણે જોર જોર થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવા માંડતા તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી.

બાદ આ મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ તેની સમસ્યાઓ જણાવવા માંગતી હતી. શાલિની રાજપૂતે પીએમ મોદી સમક્ષ પોતાનો પક્ષ ન મૂકવા મળવાનો ખેદ રજૂ કર્યો હતો. ત્યારે જુઓ આ વીડિયો માં કેવી રીતે આ મહિલાને ધસેડીની અને મોઢે હાથ મૂકીને બહાર લાવવામાં આવી હતી.

English summary
During Nari Shakti Programme one woman is cordon by security and took away. Read here who is she?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X