For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવા મોરચાના પ્રભારી અને સાંસદ અભિષેક સિંઘ ગુજરાતની મુલાકાતે

આજે ગાંધીનગરના પ્રદેશ કાર્યાલયમાં હોદ્દેદારોની બેઠકમાં અભિષેક સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વાંચો અહી.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આજે પ્રદેશ કાર્યાલય- કમલમ, કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, યુવા મોરચાના નવ નિયુક્ત પ્રભારી અને સાંસદ અભિષેક સિંઘ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

jitu vaghani

પ્રદેશ યુવા મોરચાની આ બેઠકમાં પ્રદેશની નવનિયુક્ત ટીમ, વિવિધ આયામોના સંયોજકઓ અને જિલ્લાના પ્રમુખો ભાગ લેશે. આ બેઠકમાં ગત કાર્યક્રમોનું રીપોટીંગ અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ગુજરાત યુવા મોરચાના નવનિયુક્ત પ્રભારી અને સાંસદ અભિષેક સિંઘ ગુજરાતમાં પ્રથમવાર આવ્યા છે. આજે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની આગેવાનીમાં યુવા મોરચાના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એરપોટ ખાતે ભવ્ય સ્વાગત કરી નવનિયુક્ત પ્રભારીને આવકાર્યા હતા.

પ્રભારીઅભિષેકસિંઘએ જણાવ્યું હતું કે ગુજરાતનો પ્રવાસ સંગઠનાત્મક અને પરિચયાત્મક ગુજરાતમાં ભાજપ વર્ષોથી સક્રિય છે. સુકમામાં થયેલ નકસલી હુમલામાં અંગે બોલતા તેમણે કહ્યું કે વિકાસ જ તેનો જવાબ અને નકસલીઓ વિકાસના વિરોધી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી જ નકસલીઓને રોકવા સંભવ છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ છે. તેમણે કાશ્મીરના યુવાઓને અપીલ લોકતંત્રમાં વિશ્વાસ રાખે. અટલજી અને મોદીજીની પહેલથી કાશ્મીરમાં સ્થિતિ બદલાશે તે અંગે પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

English summary
National BJP Youth President and MP Abhishek Singh visited Gujarat.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X