For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: ઇદ-એ-મિલાદમાં ઇસ્લામિક ધ્વજ પર પાબંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પાલનપુર, 4 જાન્યુઆરી: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રએ મુસ્લિમોને ઇદ-એ-મિલાદના તહેવાર પર જૂલૂસ દરમિયાન ઇસ્લામી લીલા રંગના ધ્વજ અને બેનર્સનો ઉપયોગ કરવાની મનાઇ કરી દિધી છે. ઇદ-એ-મિલાદ રવિવારે ઉજવવામાં આવશે અને જૂલૂસ પાલનપુર શહેરમાં કાઢવામાં આવશે. પાલનપુરના એસડીએમ જે.બી. દેસાઇએ જૂલૂસ કાઢવાની પરવાનગી આપી દિધી પરંતુ આ સાથે જ 16 પ્રકારની શરતો મુકી છે.

તેમાંથી કેટલીક શરતો છે-જૂલૂસમાં ભાગ લેનાર કોઇપણ વ્યક્તિ ઇસ્લામી લીલા રંગનો ધ્વજ કે બેનર લેશે નહી અને ''હાથ'નું કોઇ ચિહ્ન પણ નહી લે. જૂલૂસ 2 કલાકમાં એક નાના માર્ગે પુરૂ કરવું પડશે. તેમાં કોઇ જશે નહી. જૂલૂસાઅં મ્યૂઝિલ વોલ્યૂમ ધીમો રાખવો અને તેમાં ભાગ લેનારને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સ્વચ્છ ભારત મિશનને ધ્યાનમાં રાખતાં ગલીઓ અને માર્ગોને ગંદા ન કરે.

eid

ઇદ-એ-મિલાદના જૂલૂસ માટે આ આકરી શરતો ગત વર્ષથી લાગૂ થવા લાગી જ્યારે ઓથોરિટીએ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખતાં જૂલૂસ કાઢવાની પરવાનગી આપી. પહેલાં અધિકારીઓએ પરવાની આપવાની મનાઇ કરી દિધી હતી. આરોપ છે કે ઓથોસિટીએ સુન્ની કટ્ટરપંથીઓના વિરોધના લીધે જૂલૂસ કાઢવાની પરવાનગી આપી નહી. જૂલૂસમાં ઉત્સવ ઉજવનાર ઘણા લોકો મોટાભાગે સૂફી રિવાજોને માને છે.

તાજેતરમાં જ કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ દિવસે ઉત્સવ ઉજવવાનો વિરોધ કર્યો હતો કારણ કે પૈગંબર મોહંમદની પુણ્ય તિથિ પણ આ દિવસે જ આવે છે. વર્ષ 2009માં દારૂલ ઉલુમ દેવંબદે કહ્યું હતું કે આ દિવસ ઉત્સવ મનાવવો અને જૂલૂસ કાઢવું યોગ્ય નથી.

પાલનપુરના કેજીએન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેજિડેંટ બિસ્મિલાહ ખાન ચૌહાણે કહ્યું ''વહિવટીતંત્રએ જૂલૂસ માટે એવી આકરી શરતો રાખી છે કે આ શબયાત્રા કાઢવા જેવું રહેશે. એસડીએમએ આમ સ્થાનિક પોલીસના કહેવા પર કહ્યું છે. પોલીસ પર સુન્ની કટ્ટરપંથીઓનો દબદબો છે.'' તો બીજી તરફ બનાસકાંઠાંના ડીએમ દિલીપ કુમાર રાણાએ કહ્યું કે તે કેસને જોશે અને અલ્પસંખ્યક જૂથની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરશે.

English summary
The Banaskantha district administration has restrained Muslims from carrying flags and banners in Islamic green during the procession to be taken out on the festival of Eid-e-Milad on Sunday in Palanpur town.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X