For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મિલકતનું ખરીદ વેચાણ ચેકથી જ કરવું પડશે

|
Google Oneindia Gujarati News

property
અમદાવાદ, 13 માર્ચ : કાળા નાણાને પ્રોપર્ટીમાં રોકીને વ્હાઇટ કરનારાઓ પર સરકારે ગાળિયો કસ્યો છે. સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ હવેથી કોઇ પણ મિલકતનું ખરીદ-વેચાણ માત્ર ચેક દ્વારા જ થઇ શકશે. આ સુધારાને કારણે પ્રોપર્ટી એજન્ટો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

સરકાર દ્વારા ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં 15 ફેબુ્રઆરીથી કરવામાં આવેલા સુધારાને કારણે મિલકતની લેવડદેવડમાં રોકડના વહેવારો કરનારા બિલ્ડરો પણ ગમે ત્યારે સોનીઓની માફક મની લૉન્ડરિંગ એક્ટની નવી જોગવાઈઓનો શિકાર બની શકે છે. તેમણે પણ મિલકતની લે વેચના દરેક સોદાઓનો રૅકોર્ડ 10 વર્ષ સુધી સાચવી રાખવો પડશે. ગુનાઈત કામ કરીને મેળવેલા પૈસા પ્રોપર્ટીની ખરીદીમાં નાખવામાં આવ્યા હશે તો તે લેનાર પણ ગુનેગાર ગણાશે.

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં કરેલા નવા સુધારાને પરિણામે સામાન્ય ફ્લેટ ધારક પણ ફ્લેટ વેચવામા રોકડાના વહેવારો કરશે તો ફસાઈ શકશે. આ પૈસો ગુનાઈત પ્રવૃત્તિ કરીને મેળવ્યો હોવાનું અને મિલકત વેચનારે જાણી સમજીને તે પૈસા લીધા હોવાનું પ્રસ્થાપિત થાય તો તેવા સંજોગોમાં તે નાણાં જપ્ત કરી લેવામાં આવશે. વેચનારે આ ડેલિબ્રેટલી એટલે કે જાણીબૂઝીને કર્યું હશે તો તે પણ ગુનેગાર ગણાશે. આ મદદ કરવા બદલ ફ્લેટ કે જમીન વેચનાર પણ દસ વર્ષની જેલની સજાને પાત્ર બની શકે છે.

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની કલમ 12માં જણાવવામાં આવ્યું છે કે આ અંગેનો રૅકોર્ડ રાખવો પડશે અને આ સોદો કોણે ક્યારે કેવા સંજોગોમાં અને કઈ રીતે કર્યો તેની દરેક વિગતો બિલ્ડરોએ સાચવી રાખવી પડશે. તેની સાથે કાગળની થયેલી દરેક આપ-લેની વિગતો દસ વર્ષ સુધી સાચવી રાખવી પડશે. સીધી કે આડકતરી ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવકને પ્રોસિડ ફ્રોમ ક્રાઈમ- ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવક ગણવામાં આવશે. આ આવકનો રોકડ વહેવાર કરવામાં સામેલ થનાર દરેક વ્યક્તિ ગુનેગાર ગણાશે.

પ્રોપર્ટી ડીલ કરનારા બિલ્ડરોને બેથી ત્રણ વધારાના ફોર્મ ભરાવીને વર્ષો સુધી સાચવી રાખવાની ફરજ પડશે. જોકે આ માટેના નિયમો આગામી એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જાહેર થયા પછી પરિસ્થિતિ ક્લિયર થશે. ફાઈનાન્સ એક્ટની સેક્શન ૬૫ હેઠળ રિયલ એસ્ટેટ એજન્ટને રિપોર્ટિંગ એજન્ટ બનાવી દેવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરનારાઓએ પણ આ રૅકોર્ડ સાચવી રાખવો પડશે.

English summary
Now property dealing done only by cheque.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X