For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

​22 ઓક્ટોબરે મોદી આવશે ગુજરાત

​22 ઓક્ટોબરે મોદી આવશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત પર આવશે. 22મી ઓક્ટોબરે વડાપ્રધાન એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તે વડોદરામાં દિવ્યાંગોને સાધન સામગ્રી આપવાના કાર્યક્રમમાં હાજરી આપવા સમતે અમદાવાદમાં કબડ્ડી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પણ હાજર રહેશે.

વરસાદની હેલી વચ્ચે પણ સુરતીઓ રમ્યા ગરબા

વરસાદની હેલી વચ્ચે પણ સુરતીઓ રમ્યા ગરબા

સુરતમાં ગત રાત્રે વરસાદી રમઝટ સાથે ખેલૈયાઓએ ગરબામાં તાલ મિલાવ્યા હતા. ઘર પાસે રમાતા ગરબામાં સુરતીઓ વરસતા વરસાદ વચ્ચે ગરબાની મજા લીધી હતી અને માતાજીની આરતી કરીને પ્રસાદ વહેચ્યો હતો. એટલું જ નહીં ખૈલેયાના કપડા પણ કાદવવાળા થઇ ગયા હતા પણ ચહેરા પર ઉત્સાહ બિલકુલ પણ ઓછો થયેલો જોવા નહતો મળ્યો.

વડોદરાના ગરબામાં જોવા મળ્યો પારંપરિક રંગ

વડોદરાના ગરબામાં જોવા મળ્યો પારંપરિક રંગ

સંસ્કાર નગરી વડોદરાના ગરબા ખાસ કારણોસર જાણીતા છે ખાશ કરીને યુવતીઓના શણગાર બાબત. અહી પરંપરાગત ગુજરાતી શણગાર એટલેક બંગડી. ચાંલ્લો અને વેણીના શણગારમાં યુવતીઓ તથા મહિલાઓ જોવા મળે છે. મોટા ભાગે સ્ત્રીઓ અહીં વેણીના શણગાર સાથે જ ગરબે ધૂમ છે. તો છોકરાઓ પાઘડી સાથે.

જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાણીની રેલમછેલ

જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાણીની રેલમછેલ

આસોના વરસાદી માહોલ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરેલા ભવ્ય નવરાત્રિ આયોજન ઉપર પાણી ફેરવી દીધું હતુ. ત્રીજા નોરતે પડેલા વરસાદે સમગ્ર ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ ગયું હતું. આ પાણીથી લથબથ થયેલા ગ્રાઉન્ડને કારણે આજે પણ ગરબા યોજી શકાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જીએમડીસી ગ્રાઉન્ડ પર આશરે અડધો ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.

સમઢિયાળામાં બે સિંહો રસ્તા પર ચહેલતા જોવા મળ્યા

સમઢિયાળામાં બે સિંહો રસ્તા પર ચહેલતા જોવા મળ્યા

અમરેલીના ખાંભાના સમઢીયાળા ખાતે બે સિંહો રસ્તાની પાસેની વાડી ધામા નાખતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વરસાદને કારણે જંગલના સાવજ રસ્તા પર આવી ગયા છે. બે સિંહો રહેણાંક ગામડા વિસ્તારમાં દેખા દેતા વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે.

English summary
October 04 top local news gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X