For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 14, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

vat-gujarat
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

મોરબીઃ સિરામિક વેપારીઓ પાસેથી 861 કરોડની વેટ ચોરી પકડાઇ
ગુજરાતની કોમર્શિયલ ટેક્સ કચેરી દ્વાર મોરબી, વાંકાનેર અને ઢૂંવા ખાતે આવેલા સિરામિક્સના 1100 જેટલા એકમોમાં ચકાસણી હાથ ધરી હતી, જેમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમણે કરેલા 26 હજાર કરોડના બોગસ વહેવારો પકડાયા હતા. જેમાં પ્રાથમિક અંદાજ અનુસાર 861 કરોડની વેટ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ચોરી 2010-11થી 2013-14 દરમિયાન કરવામાં આવી હતી.

વડોદરાઃ દોઢ માસ સુધી બંગલોમાં પડી રહી દંપતીની લાશ
વડોદરાના માંજલપુર સ્થિત તિરુપતિ સોસાયટીના બંગલોમાંથી દંપતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જેમાં દંપતીએ દત્તક લીધેલી પુત્રી અને તેના પ્રેમી સામે શંકા વ્યક્ત કરાતા પોલીસે સઘન પૂછપરછ કરી છે. આ બનાવ અંગે જાણવા મળેલી વધુ માહિતી અનુસાર બંગલો ઑગસ્ટ મહિનાથી બંધ હતો તેથી દંપતીનું મોત દોઢેક મહિના પહેલા થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

સરકારી નોકરીઓમાં મહિલા અનામત હવેથી 33 ટકા
રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલા અનામત જગ્યાનું પ્રમાણ વધારીને 33 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા એ પ્રમાણ 30 ટકા હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લીધેલા નિર્ણયની જાહેરાત સરકારી પ્રવક્તા-પ્રધાનો નીતિન પટેલ અને સૌરભ પટેલે કરી હતી.

1000 ખેડૂતોને સોલાર વૉટર પમ્પ આપશે સરકાર
રાજ્યના 1000 જેટલા ખેડૂતોને સોલાર વૉટર પમ્પ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે થકી સરકાર પર પડતો વીજળી આપવાની સબ્સિડીનો બોજ ઓછો થઇ જશે. સોલાર વૉટર પમ્પની કિંમત 4થી 6 લાખની આસપાસ હોવાની સંભાવના છે. પમ્પ ખરીદી પ્રક્રિયાનો આરંભ ટૂંક સમયમાં ટેન્ડરના માધ્યમથી કરવામાં આવશે.

રાજકોટઃ જમીન કૌભાંડીની કોલ ડિટેઇલમાં ભાજપના પૂર્વ એમએલએનું નામ
રાજકોટમાં ગુનેગારોને પકડવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જે સબબ જમીન પચાવી પાડવાના ગુનામાં શનિવારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપી જયપાલ સિંહની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં જયપાલસિંહના કોલ ડિટેઇલમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્યનું નામ ખુલવાથી રાજકીય માહોલ ગરમાયો છે. આ ઉપરાંત પણ અન્ય રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓના નામ ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

English summary
october 14, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X