ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભચાઉ પાસે રાજકોટના વેપારીઓને આંતરી 72 લાખના સોનાની લૂંટ

ગાંધીધામથી રાજકોટ તરફ જવા નીકળેલા રાજકોટના 2 સોની વેપારીબંધુઓને ભચાઉ નજીક કારથી આવેલા 4 બુકાનીધારી શખ્સોએ ગુરૂવારે રાત્રે આંતર્યા હતા. તમંચાથી હવામાં ગોળીબાર કર્યા બાદ પાઇપ અને ધોકાથી હિચકારો હુમલો કર્યો હતો. લગભગ 72 લાખના 2.50 કિલો સોનાની સનસનીખેજ લૂંટ ચલાવી હતી.

રાજકોટમાં ઘરમાં તાંત્રિક વિધિ કરતી પુત્રી સામે પિતાની ફરિયાદ

રાજકોટમાં કેનાલ રોડ પર કૃષ્ણભવન નામના મકાનમાં એક મહિલા છેલ્લા બે વર્ષથી તાંત્રિક વિધિ કરી રહી હતી. પિતાની ફરિયાદના આધારે સમાજ સુરક્ષા વિભાગે લાઇવ રેસ્ક્યુ હાથ ધરી મહિલા સહિત તેની માતા અને ભત્રીજીને પકડી પાડ્યા હતા. પુત્રી તાંત્રિકવિધિ કરી ઘરમાં નગ્ન થઇ તાંડવ મચાવતી હતી.

દિવાળી બાદ ઇન્કમ ટેક્સ કરચોરો પર બોલાવશે તવાઇ

નાણા મંત્રાલય દ્વારા ઇનકમટેક્સ વિભાગને કરચોરો ઉપર ત્રાટકવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઇનકમટેક્સના સિનિયર અધિકારીઓએ પણ આ આદેશના અમલ માટે જરૂરી હોમવર્ક શરૂ કરી દીધું છે. ઇન્કમટેક્સ અધિકારીઓ દિવાળી બાદ ફરી દરોડાની કાર્યવાહી શરૂ કરશે.

વડોદરાઃ નામચીન ડોન મુકેશ હરજાણીનું ખુન

ગત રાત્રે અજાણાલ્યા શાર્પ શૂટરોએ મુકેશ હરજાણી પર 9 રાઉન્ડ ફાયર કર્યું હતું. મુકેશ હરજાણીના સાગરીત વિજયએ આક્ષેપ આક્ષેપ કર્યો કે લાલુ સિંધીએ જ મુકેશની હત્યા કરાવી. ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર મુકેશ હરજાણી 30 દિવસ પહેલા જ નિર્દોષ છૂટ્યો હતો.

ભુજઃ પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

આઝાદ ચોક પાસે પતિથી અલગ રહેતી પરિણીતાએ ભરણપોષણનો દાવો કર્યો હતો. જેથી ગિનાયેલા પતિએ તેની પ્રેમિકા સાથે મળી પત્નીને ઝેરી દવા પાઇ મારી નાખવાનો પ્રયાસ કર્યો. પીડિતાને હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે ઇસ્માઇ મણકા અને તેની પ્રેમિકા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી.

નવનિર્મિત વડોદરા એરપોર્ટનું લોકાર્પણ શનિવારે કરશે PM મોદી

વડોદરાનું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ લોકાર્પણ માટે તૈયાર છે. રાજ્યના પહેલા ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદી શનિવારે લોકાર્પણ કરશે. વડોદરા એરપોર્ટનું ઇન્ટીરીયર, વીઆઇપી લોન્જ, સીઆઇપી લોંજ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરીયસ છે.

ગાંધીનગરમાંથી ખંડણી ઉઘરાવતો ચીના પકડાયો

ગાંધીનગર જિલ્લાના વેપારીઓને ફોન કરીને ધમકી આપતા કુખ્યાત ખંડણીખોર પ્રકાશ ઉર્ફ પકા ચીનાને પોલીસે પકડી પાડ્યો છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને થોડા સમય પહેલા જામીન પર છુટેલા કુખ્યાત ચીના સામે ચાર વેપારીએ ખંડણી માંગવાની ફરિયાદ કરી છે.

આસારામ રાજનીતિનો ભોગ બનીને જેલમાં છે : ડી.જી. વણજારા

મોડાસા ખાતે એન્કાઉન્ટ કેસના આરોપી ડી.જી.વણજારાએ દેશ-તોડવા રચાઇ રહેલા ષડયંત્રોનો પર્દાશફાશ કર્યો હતો. વણઝારાએ કહ્યું કે આસારામે દેશમાં સ્વામિ વિવેકાનંદ જેવું હિન્દુ સંસ્કૃતિ બચાવવાનું કામ કર્યું છે. આસારામ આજે જેલમાં છે તેનુ કારણ તેમના નામની આગળ સંત લાગે છે.

English summary
October 21 top local news gujarat bullet news
Please Wait while comments are loading...