ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

અમદાવાદમાં થઇ લૂંટ, સગીર યુવતીની છેડતી, અમદાવાદમાં ભેદી મોત અને વડોદરામાં આગ..આ તમામ સમાચારોની વધુ વિસ્તૃત વિગત વાંચો અહીં...

Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુમ થયેલી પાકિસ્તાની યુવતીઓ રાજસ્થાનથી મળી આવી

પાલડીમાં રહેતી બે પાકિસ્તાની યુવતીઓ ગઈ કાલે અમદાવાદથી પોતાના બાળકો સાથે પાકિસ્તાન જવા માટે ભાગી ગઈ હતી, તે આજે રાજસ્થાનના જોધપુરથી મળી આવી છે. યુવીતના સાસરિયાઓ પાલડી પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી પણ લખાવી હતી. યુવતીના પતિ આસિફ મહોમ્મદ અબ્દુલની પત્ની નવીરા (19 વર્ષ) અઢી મહિનાના પુત્ર તથા મહોમ્મદ સોહેબની પત્ની આયશા (20-વર્ષ) અઢી વર્ષની પુત્રી ફાતિમા સાથે ઘરેથી ભાગી ગઈ હતી યુવતીઓએ જણાવ્યું હતુ કે તેઓ સાસરી પક્ષના ત્રાસના કારણ ઘરેની પાકિસ્તાન જવા માટે નીકળી હતી.

તહેવારની શરૂઆતમાં જ અમદાવાદમાં 14 લાખની લૂંટ

તહેવારોનો આજથી શુભારંભ થયો છે ત્યારે લૂંટારાઓ પણ લૂટંનું મુહૂર્ત કરી દીધું છે. આજે સવારે અમદાવાદના ટ્રાફિકથી ભરચક પાલડી બસ સ્ટેન્ડ પાસે એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 14 લાખની લૂંટ થઈ હતી. આ જગ્યાએ રતનપોળની આંગડીયા પેઢીનો કર્મચારી બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે લૂંટની ઘટના બની હતી. લૂંટને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રતનપોળમાં આવેલી માધવ મગનની આંગડીયા પેઢીનો કર્મચારી મુકેશ સોમાભાઈ પટેલ (45-વર્ષ) સવારે 7 વાગ્યે 14 લાખથી વધારે રકમ લઈને નીકળ્યો હતો. ત્યારે સવારે બાઈક ઉપર આવેલા બે લૂંટારૂઓએ મૂકેશભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને તે દરમિયાન લૂંટ કરીને ભાગી ગયા હતા.

છેડતી કરતા કિશોરી રિક્ષામાંથી કૂદી

મહેસાણામાં એક રિક્ષાચાલકે સગીરાની છેડતી કરતા સગીરા ગભરાઇને રિક્ષામાંથી કૂદી જતા તેને ઇજાઓ થઈ છે તેમજ તે બેભાન થઈ ગઈ હતી. હાલ મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે. સગીરા મંગળવારે સાંજે શાળાએથી છૂટીને રાધનપુર ચોકડીથી અન્ય 2 મુસાફરો સાથે પાંચોટ જવા રિક્ષામાં બેઠી હતી. જેમાં બે વ્યક્તિઓ પોતાના ગતવ્ય સ્થાને ઉતરી ગયા બાદ.તે બાદ રિક્ષાચાલકે સગીરાની છેડતી શરૂ કરી હતી અને રિક્ષાવાળો નજીકના ખેતરમાં રિક્ષા લઈ ગયો હતો ત્યારે સગીરા રિક્ષામાંથી કૂદી ગઈ હતી તે સમયે પાછળથી આવતા ગામના જ નારણભાઇ દેસાઇએ રિક્ષાચાલકને પકડી પાંચોટ ગામે લઇ જઇ પોલીસને હવાલે કર્યો હતો.

વડોદરાના રહેણાંક વિસ્તારમાં આગથી અફરાતફરી

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખરચીકરના ખાંચામાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ આગ જ્યોત્સના બિલ્ડિંગમાં આવેલા શિવકુમાર નારાયણરાવ આંબેગાવકરના મકાનમાં લાગી હતી.તેથી સવારના સમયે અચાનક ધૂમાડા અને આગને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને તુરંત ફાયરને જાણ કરવામાં આવી હતી. આગ વ્યાપકપણે ફેલાઈ જતા ફાયરના જવાનોએ માંડ માંડ આગને કાબૂમાં લીધા હતી. હાલ જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પરુત તહેવારના દિવસે જ આવી ઘટના બનવાથી રહેવાસીઓના મનમાં અનેક શંકા કુશંકાઓ ફેલાઈ હતી.

સ્વિમિંગ પુલમાં યુવકનું ભેદી મોત

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક સ્વિમિંગ પુલમાંથી યુવકની લાશ મળી આવી હતી. પોલીસે હાલ યુવકને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને છે. જેથી જાણી શકાય કે યુવકની હત્યા થઈ છે કે ડૂબી જવાથી મોત થયું છે. યુવકના પરિવારજનોને શંકા છે કે, તેના કોઈ મિત્રએ જ તેની હત્યા કરી નાખી છે.

વિકાસ કાર્યો અટકતા સરપંચનો આત્મહત્યાનો પ્રયાસ

કોડીનારનાં દેવળી ગામનાં સરપંચે વિકાસ કાર્યો અટકતા આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેમની અટક કરી હતી. જોકે સરપંચ આતામહત્યા કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતના કાર્યકાળ દરમિયાન જે વિકાસ કાર્યો કરેલા અને તે પછી ગીર-સોમનાથ જિલ્લો નવો બનતા છેલ્લા દોઢ વર્ષથી ગ્રાન્ટનાં અભાવે બિલ પાસ ન થતા સરપંચે આત્મહત્યાની ચીમકી આપી હતી. અટકાયત થતા સરપંચે કહ્યું હતું કે જો આ બાબતે 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો હું સદસ્યોને સાથે રાખી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચિમકી આપી હતી.

ગુંદરી ચેકપોસ્ટ ઉપર 2 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે દિલ્હી પાસિંગવાળી લાલ લાઈટવાળી ગાડીમાંથી 2.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.પાંથવાડા નજીક ગુંદરી પોલીસ ચેકપોસ્ટે દિલ્હી પાર્સિંગની ગાડી. ડીએલ10.સીએ-4752 માંથી તપાસ કરતા અંદરથી રૂપિયા 2,56,000ની વિદેશી દારૂની 640 બોટલ મળી આવી હતી. દારૂ ઝડપ્યા બાદ પોલીસે 6,00,000 ની કાર સહિત રૂ.6.56 લાખનો મુદામાલ કબજે લઈ ફરાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

English summary
October 26 top local news Gujarat bullet news.
Please Wait while comments are loading...