For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો ટ્રેન્ડ: ઇદના દિવસે અમદાવાદના મોલે વસૂલી એન્ટ્રી ફી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 ઓગષ્ટ: ગુજરાતમાં ઘણા લોકો માટે ઇદની ઉજવણી ફિક્કી પડી ગઇ. અમદાવાદના પાંચ મોટામાં સામેલ ધ હિમાલયા મોલે શુક્રવારે માત્ર મુસ્લિમો પાસેથી 20 રૂપિયા એન્ટ્રી ફી વસૂલી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત થઇ છે. જો કે હકિકત એ છે કે આ એન્ટ્રી ફી દરેક વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવી હતી.

આ પહેલાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સમાચાર એવા હતા કે મોલમાં ખરીદી કર્યા બાદ ફી તેમને પરત આપવામાં આવી હતી, પરંતુ જે લોકોએ કંઇ પણ ખરીદ્યું ન હતું તેમને આ દી પરત મળી ન નહી.

પોતાના પરિવાર સાથે મોલમાં પહોંચેલા સૈયદ શેખ જણાવ્યું હતું કે સુરક્ષાકર્મીઓએ સિલેક્ટેડ લોકો સાથે આવું કર્યું હતું. અમે એવા લોકોને પણ જતા જોયા હતા જેમને કોઇપણ જાતના પૈસા આપ્યા ન હતા. જ્યારે સુરક્ષાકર્મીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે તેમને આ પ્રમાણેનો આદેશ મળ્યો છે. અમે સ્તબ્ધ રહી ગયા. શાહપુરના ઇલિયાસ અંસારીએ જણાવ્યું હતું કે અમે એન્ટ્રી ફી આપવા માટે તૈયાર છીએ પરંતુ તે બધા પાસે વસૂલવામાં આવે. ફક્ત એક સમુદાય સાથે આવો ભેદભાવ કેમ?

પરંતુ મોલ આ અંગે મનાઇ કરી રહ્યો છે. તેની મેનેજર દીપા ભટનાગરે કહ્યું હતું કે અને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે આવું કર્યું હતું. દિવાળી સહિત આગામી તહેવારોની સીઝનમાં પણ આવી એન્ટ્રી ફી વસૂલવાની યોજના બનાવી રહ્યાં છીએ. જો ગ્રાહક ખરીદી કરે છે તો તેને ફી પાછી આપવામાં આવશે. માટે જોવા જઇએ તો એન્ટ્રી વ્યાવહારિક રીતે મફત જ થઇ.

મોલના અધિકારીઓનું કહેવું છે કે ગત વર્ષે ઇદ દરમિયાન મોલમાં બે સમુદાયો વચ્ચે લડાઇ થઇ ગઇ હતી અને કાચ દિવાલ તૂટી ગઇ હતી. શુક્રવારે સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી હતી અને મોલની અંદર અને બહાર પોલીસકર્મીઓની ટીમ પણ ગોઠવવામાં આવી હતી જે થી કોઇપણ પ્રકારની બબાલ ન થાય.

જો કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં કંઇક અલગ રીતે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ જમીન હકિકત કંઇક જુદી હતી. વનઇન્ડિયા દ્રારા હિમાલયા મોલ મેનેજર (ઓપરેશનલ) દિપા ભટનાગરનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે આ અહેવાલ તદ્દન પાયાવિહોણા છે. મોલ દ્વારા દરેક વ્યક્તિ પાસેથી એન્ટ્રી ફી વસૂલવામાં આવી હતી. તથા મહિલાઓ અને સીનીયર સિટીજનોની એન્ટ્રી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોઇપણ જાતની ફી વસૂલવામાં આવી ન હતી.

ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવતાં આ એન્ટ્રી ફી પરત આપવામાં આવી હતી. આ એન્ટ્રી દરેક વ્યક્તિ માટે હતી ના કે કોઇ ધર્મના વ્યક્તિઓ માટે કોઇ સમુદાય માટે રાખવામાં આવી ન હતી.

મોલમાં એન્ટ્રી ફી

મોલમાં એન્ટ્રી ફી

ગુજરાતમાં ઘણા લોકો માટે ઇદની ઉજવણી ફિક્કી પડી ગઇ. અમદાવાદના પાંચ મોટામાં સામેલ ધ હિમાલયા મોલે શુક્રવારે મુસ્લિમો પાસેથી 20 રૂપિયા એન્ટ્રી ફી વસૂલી હતી.

દિવાળી સહિત આગામી તહેવારોમાં એન્ટ્રી વસૂલવામાં આવશે

દિવાળી સહિત આગામી તહેવારોમાં એન્ટ્રી વસૂલવામાં આવશે

દીપા ભટનાગરે કહ્યું હતું કે અને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે આવું કર્યું હતું. દિવાળી સહિત આગામી તહેવારોની સીઝનમાં પણ આવી એન્ટ્રી ફી વસૂલવાની યોજના બનાવી રહ્યાં છીએ. જો ગ્રાહક ખરીદી કરે છે તો તેને ફી પાછી આપવામાં આવશે. માટે જોવા જઇએ તો એન્ટ્રી વ્યાવહારિક રીતે મફત જ થઇ.

ખરીદી કરતાં ફી પરત

ખરીદી કરતાં ફી પરત

મોલના સુરક્ષાકર્મીઓએ સિલેક્ટેડ લોકો પાસે એન્ટ્રી ફી વસૂલી હતી. જે ગ્રાહકો ખરીદી કરી હતી તેમને ફી પરત આપવામાં આવી હતી પરંતુ જેમને ખરીદી કરી ન હતી તેમને ફી પરત આપવામાં આવી ન હતી.

ભેદભાવ કેમ?

ભેદભાવ કેમ?

મોલમાં ખરીદી કરવા માટે આવેલા એક મુસ્લિમ સમુદાયના ગ્રાહકે જણાવ્યું હતું કે અમે એન્ટ્રી ફી આપવા માટે તૈયાર છીએ પરંતુ તે બધા પાસે વસૂલવામાં આવે. ફક્ત એક સમુદાય સાથે આવો ભેદભાવ કેમ?

20 રૂપિયા એન્ટ્રી ફી

20 રૂપિયા એન્ટ્રી ફી

અસામાજિક તત્વોથી બચવા માટે આ પ્રકારની યોજના બનાવવામાં આવી હોય એમ મોલના અધિકારીઓએ જણાવ્યું હતું. મોલમાં પ્રવેશ કરવા માટે 20 રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી હતી.

મોલમાં એન્ટ્રી ફી

મોલમાં એન્ટ્રી ફી

જો ગ્રાહક ખરીદી કરે છે તો તેને ફી પાછી આપવામાં આવશે. માટે જોવા જઇએ તો એન્ટ્રી વ્યાવહારિક રીતે મફત જ થઇ.

English summary
The selective entry toll imposed by the Ahmedabad mall, whether on Eid or Divali, is a Himalayan blunder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X