ગુજરાતના ગૃહ મંત્રી પર ગોપાલ પટેલ ફેંક્યું ચંપલ

Subscribe to Oneindia News

ગાંધીનગર ખાતે વિધાનસભાની બહાર ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા જ્યારે મીડિયા સેન્ટર પાસે આવતા હતા ત્યારે ગોપાલ ઇટાલીયા નામના યુવકે, તેમની પર ચંપલ ફેંક્યું હતું. આ ઘટના બાદ તરત જ યુવક ગોપાલને પાસે ઉભેલા સુરક્ષા કર્મચારીઓ પકડી લીધો હતો. અને પ્રદિપસિંહને ચંપલ લાગતા બચી ગયું હતું. નોંધનીય છે કે ગોપાલ ઇટાલીયા નામનો આ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ત્યારે વિધાનસભાની બહાર આ ઘટના થતા ભાજપ કોંગ્રેસ વચ્ચે દોષા રોપ શરૂ થઇ ગયો હતો. નોંધનીય છે કે આ તે જ ગોપાલ ઇટાલિયા નામનો યુવક છે જેણે ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરી ગુજરાતમાં ચાલતા દારૂના વેપાર પર ચર્ચા કરી હતી. જેનો વીડિયો પાછળથી વાયરલ થયો હતો. અને આ મામલે વિવાદ થયો હતો. અને પાછળથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. 

pradip singh

પકડાયા બાદ યુવક ભોપાલ પટેલે આ ધટના ગુજરાતમાં ચાલતી નામની દારૂબંધી, નોટબંધી અને ભષ્ટ્રાચારનો વિરોધ કરવા માટે કર્યો હોવાનું મીડિયાને જણાવ્યું હતું. જો કે આ ઘટના બાદ ભાજપે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી. જીતુ વાઘાણી અને ડૉ. ઋત્વીજ પટેલ આ ઘટનાને વખોડી છે. તો હાર્દિક પટેલ આ પટેલ યુવકના સમર્થનમાં આવ્યા છે. 

English summary
One man throw shoes on Gujarat Home minister in the assembly. Read here more.
Please Wait while comments are loading...