For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 મહિના પછી હાર્દિક પટેલ પરત ફર્યો ગુજરાત, થયું ભવ્ય સ્વાગત

પાસ કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ગુજરાત પરત ફરી રહ્યા છે. ત્યારે આ અંગે તમામ અપડેટ વિગતવાર વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

પાસ કન્વીનર અને પાટીદારના નેતા હાર્દિક પટેલ, 6 મહિના બાદ આજે ગુજરાત પરત ફરી રહ્યો છે. સજા પેઠે 6 મહિના ગુજરાતની બહાર રહ્યા પછી હાર્દિક પટેલને આજે મોટી સંખ્યામાં પાટીદારો રતનપુર બોર્ડર પર લેવા ઊમટ્યા છે.. હાર્દિક પટેલ પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે "ગુજરાત આવું છું"

રામલીલામાં રામજી પણ હવે મોદીનું માસ્ક પહેરીને આવશે-રાહુલ ગાંધીરામલીલામાં રામજી પણ હવે મોદીનું માસ્ક પહેરીને આવશે-રાહુલ ગાંધી

નોંધનીય છે કે આજે જ્યારે રાજસ્થાનની રતનપુર બોર્ડર પરથી હાર્દિક પટેલ ગુજરાતમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે ત્યારે જ્યાં એક તરફ પાટીદારો પોતાની શક્તિ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં રતનપુર બોર્ડર પર પહોંચી રહ્યા છે ત્યાં જ એસપીજી ગ્રુપના નેતા લાલજી પટેલ આમાં ન જોડાવાનું જણાવ્યું છે. વધુ વાંચો અહીં...

હિંંમતનગર

હિંંમતનગર

નોંધનીય છે કે આ બાદ હવે હાર્દિક પટેલ હિંમતનગર ખાતે હુંકાર સભામાં હાજરી આપશે. મોટી સંખ્યામાં પાટીદારો આ હુંકાર સભામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને યુવતીઓએ અહીં ગરબા ગાઇ હર્ષોઉલ્લાસ સાથે હાર્દિકના આવવાના વધામણાં કર્યા હતા.

હાર્દિક પટેલનો ગુજરાત પ્રવેશ

હાર્દિક પટેલનો ગુજરાત પ્રવેશ

હાર્દિક પટેલ બપોરે રતનપુર બોર્ડર પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર સમર્થકોએ હાજરી આપી હતી. હાર્દિકનું અહીં સામૈયુ કરવામાં આવ્યું હતું. અને લોકોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. લગભગ 1000 થી વધુ કારોનો કાફલો હાર્દિક સાથે રતનપુર બોર્ડર પરથી પસાર થયો હતો.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ ખુલ્લી ગાડીમાં બેસીને રાજસ્થાનથી હાલ ગુજરાત આવવા રવાના થઇ ચૂક્યો છે. રેશ્મા પટેલ સમેત મોટી સંખ્યામાં પાટીદારો રતનપુર બોર્ડર પર તેનું સ્વાગત કરશે. જ્યાંથી તે હિંમતનગર હુંકારસભામાં જોડાવવા માટે રવાના થશે. લગભગ 1000 થી વધુ કાર અને મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિકને લેવા પહોંચ્યા છે. અને હાર્દિકને આવકારવા માટે પાટીદારો થનગની રહ્યા છે.

લાલજી પટેલ

લાલજી પટેલ

હાર્દિક પટેલના સ્વાગતમાં માટે નહીં જોડાય એસપીજી ગ્રુપ. એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પટેલના આગમન કાર્યક્રમ પર કટાક્ષ કરતા કહ્યું કે એક માણસના સ્વાગત માટે કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરવો વ્યર્થ છે. તેમણે જણાવ્યું કે તેમની સાથે તમામ એસપીજી સભ્યો ખોડલઘામના કાર્યક્રમમાં સેવા આપવામાં આજનો દિવસ વીતાવશે.

હાર્દિકનો કાર્યક્રમ

હાર્દિકનો કાર્યક્રમ

રતનપુર બોર્ડર પર હાર્દિક પટેલને મોટી સંખ્યામાં પાટીદારો આવકારશે. જે બાદ હાર્દિક પટેલ આજે હિંમતનગર ખાતે 2:30 વાગે હુંકારસભામાં હાજરી આપશે. અને પાટીદારોની અનામત અભિયાનમાં ફરી પ્રાણ પૂરશે. સાથે જ આજે સાંજે તે કેશુબાપાને પણ મળશે તેવી સંભાવના છે. સાથે જ તે આજે પાસ નેતાઓ સાથે બેઠક યોજી આગળની રણનીતી પર ચર્ચા વિચારણા કરશે.

પોલીસ વ્યવસ્થા

પોલીસ વ્યવસ્થા

સોમવારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક બેઠક યોજી હાર્દિકની ગુજરાત વાપસી સાથે સુરક્ષા વ્યવસ્થાની તકેદારી અંગે ચર્ચા વિચારણા કરી હતી. નોંધનીય છે કે હાર્દિકને હિંમતનગર ખાતેની સભાને મંજૂરી આપવામાં આવી છે. પણ તે સાથે જ પરિસ્થિતને જોતા પોલિસે મોટી સંખ્યામાં પોલિસ કાફલો ત્યાં મૂક્યો છે.

ભાજપનો દાવ

ભાજપનો દાવ

નોંધનીય છે કે હાર્દિક પટેલની ગુજરાત એન્ટ્રી પહેલા જ ભાજપે સોમવારે ડૉ. ઋત્વિજ પટેલને ગુજરાત પ્રદેશના યુવા મોર્ચાના અધ્યક્ષ નીમ્યા હતા. આ રીતે ક્યાંક ને ક્યાંક પાટીદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

English summary
Photos of PAAS convener and Patidar leader Hardik Patel grand welcome in Gujarat. Read here more latest update on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X