For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ: સરકાર 5 દિવસમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરે!

પાસના કન્વીનરોની આજે ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક થઇ. આ અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

અનામતની માંગ કરનારા પાસ કન્વીનરોની ટીમ આજે ફરી ગાંધીનગર ખાતે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી હતી. જ્યાં તેમણે સરકારની માંગ મુજબ અન્ય રાજ્યોની અનામતની સ્થિતિની વિગતો રજૂ કરી હતી.જે બાદ હાર્દિક પટેલ સોશ્યલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે આજે આપેલા પુરાવા બાદ તે લોકો સરકારને 5 દિવસ આપે છે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે.

hardik

હાર્દિકે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર બેઠકો કરીને સમય પસાર કરી રહી છે. અને સમાજ તોડવાનું કામ કરી રહી છે.વધુમાં તેણે જણાવ્યું કે સરકાર ખાલી મીડિયા આગળ જ સારું બોલી રહી છે. નોંધનીય છે કે આજની બેઠકમાં પાસના કન્વિનર દિનેશ બાંભણિયા અને વરૂણ પટેલ સહિતના કન્વિનરો સ્વર્ણિમ સંકુલમાં બેઠકમાં હાલમાં હાજર રહ્યા હતા.

hardik patel

નોંધનીય છે કે ઉપ. મુખ્યમંત્રી પાસના નેતાઓ જોડેથી અન્ય રાજ્યોમાં 49 ટકા કરતા વધુ અનામતની હોવાના પુરાવા માંગ્યા હતા. જે બાદ પાસના નેતાઓએ સરકારને અન્ય રાજ્યોના અનામતની સ્થિતિ અંગેના પુરાવા રજૂ કરશે અને પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે માંગણી કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકો દ્વારા ફરી એક વાર ભાજપ સરકારે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ પાટીદારો પણ ટસના મસ નથી થઇ રહ્યા.

English summary
Read here latest news on PAAS meeting with deputy chief minister Nitin Patel on reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X