For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: સોમનાથના 3-D લાઇટ શોની તસવીરો જુઓ અહીં.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ. જુઓ તસવીરો.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શોને સોમનાથ ખાતે ખુલ્લો મુક્યો હતો. અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાથની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના થાય એવી સોમનાથ સંસ્કૃતિ અને સાર્વભૈામત્વને, પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. ત્યારે ઉદ્દધાટન સમારોહમાં હાજર યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ તેને જોઇને જય-સોમનાથનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Read here : અમિત શાહની એન્ટ્રી લઇને કોઇ ના સૂવા સુધી: ભાજપ કારોબારી Read here : અમિત શાહની એન્ટ્રી લઇને કોઇ ના સૂવા સુધી: ભાજપ કારોબારી

vishnu

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ લાઇટ એન્ડ શોનાં પ્રારંભનાં પ્રસંગે કહ્યું કે, સોમનાથ મહાદેવ કરોડો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું પ્રતિક છે. અહીં ગુજરાતની દિવ્યતાનાં દર્શન થાય છે. સોમનાથ મંદિર બચાવવા હજારો બ્રાહ્મણોએ શહીદી આપી છે. હમીરજી ગોહીલ જેવા રાજવીઓએ પણ શહીદી વ્હોરી હતી. લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજેન્દ્રપ્રસાદજી, જામસાહેબ જેવા મહાનુભાવોનાં પ્રયાસથી આજે સોમનાથનું આઝાદી વખતે નવનિર્મીત થયેલું મંદિર અડિખમ ઉભુ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સોમનાથ સહિતનાં આંઠ યાત્રાધામો દેશની ઓળખ બને અને દેશમાં આગવું સ્થાન ધરાવે તથા યાત્રિકો માટેનું પવિત્ર સુવિધાયુક્ત સ્થળ બનાવવા સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે.

somnath

સોમનાથ આવતા શ્રધ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરીને સોમનાથનો ભવ્ય ઇતિહાસ જાણીને જાય તેમને દિવ્ય ભૂમિમાં આવ્યાનું ગૈારવ થાય તે હેતુથી ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે રૂ. ૪.૨૫ કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કર્યો છે. વળી ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં અવાજ અને અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોમનાથ મંદિર પર પ્રકાશ અને અવાજથી તેનો ઇતિહાસ ઉજાગર થાય તેવો આ શો લોકોમાં એક નઝરાણું બનશે તેવી આશા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

Read here more : આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવામાં આવશે: રૂપાણીRead here more : આઠ યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવામાં આવશે: રૂપાણી

somnath

વધુમાં મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રભાસક્ષેત્રનાં થઇ રહેલા વિકાસ કાર્યોની સરાહનાં કરી હતી. સોમનાથ આવતા યાત્રાળુઓ અચુક આ શો નિહાળે તેવો અનુરોધ પણ કર્યો હતો. સોમનાથ લાઇટ એન્ડ શો નું આલેખન પદ્મ વિષ્ણુભાઇ પંડ્યાએ કર્યું છે. આ શો માં સોમ દ્વારા મંદિર નિર્માણ ત્યાર પછી જુદા-જુદા યુગમાં મંદિરનિર્માણ, કુષ્ણકથા, સોમનાથનો સુર્વણકાળ, વિર્ધમીઓનું આક્રમણ અને સરદારનાં મંદિર નવનિર્માણનાં સંકલ્પ સાથે ચિંરજીવી સંસ્કૃતિની રજૂઆત આકર્ષક રીતે કરવામાં આવી છે.

somnath
English summary
Photos: CM Vijay Rupani inaugurated hi-tech 3D Light&Sound show at Somnath.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X