For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: ચલણી નોટોનો હાહાકાર, લોકો થયા પરેશાન

પીએમ મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થતા ગુજરાતભરમાં કેવી અફરાતફરી સર્જાઇ હતી જુઓ આ તસવીરોમાં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી કે હવેથી 500 અને 1000ની જૂની નોટો બંધ થઇ જશે. જેના બદલામાં નવી નોટો આવશે. તે પછી ગુજરાતભરમાં અફરાતરફી મચી ગઇ. અનેક લોકોને આ નવી જાહેરાતના કારણે પેટ્રોલ પંપ, દવાખાના અને એટીએમ સેન્ટર પર લાઇનો લગાવીને ઊભા રહી ગયા.

gujarat atm

તો દર્દીઓથી લઇને સામાન્ય માણસોને ભારે તકલીફ વેઠવી પડી. ખાસ કરીને રોજનું રોજ કરીને ખાતા લોકો માટે તે સવાલ ઊભા થઇ ગયો કે તેમની બચાવેલી મૂડીનું તેમને શું કરવું? નોંધનીય છે કે તમે આ નોટો બેંક અને ટપાલઘરોમાં બદલાવી શકો છો. જે માટે વાંચો નીચેની આ લિંક...

હવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? જાણો અહીંહવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? જાણો અહીં

gujarat hospital

જો કે તેમ છતાં અફવાઓનું બજાર ગરમ થતા લોકો એટીએમ સેન્ટર પર કલાકો સુધી લાઇનો લગાવીને ઊભા રહ્યા અને પૈસા નીકળવા લાગ્યા. મંગળવારે રાતે અમદાવાદ, સુરત, વડોદરા જેવા વિવિધ વિસ્તારોમાં કેવી સ્થિતિ હતી જાણો નીચેની આ તસવીરોમાં....

gujarat petrol pump

મુન્દ્રા ટોલનાકા પર હોબાળો
કચ્છના મુન્દ્રા મોખા ટોલનાકા પર હોબાળો . ટોલનાકા સંચલકોએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ સ્વીકાર વાનો ઇન્કાર કરતા. મંગળવાર રાતે ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધવ્યો. એટલું જ નહીં મોટા ટોલનાકા પર ટ્રકોની લાંબી કતાર જોવા મળી હતી.

medical shop

દર્દીઓ પરેશાન
ગુજરાત અને રાજસ્થાન હોસ્પિટલ માં દર્દી હેરાન પરેશાન ચલણી નોટોની આ નવી જાહેરાતથી સૌથી વધુ પરેશાન થયા હતા. અનેક જગ્યાએ 500 અને 1000ની નોટને લઇ હોસ્પિટલ તંત્રે ના પાડતા દર્દીને પાછા લઇ જાવા પડ્યા હતા. નોંધનીય છે કે સરકારી હોસ્પિટલોમાં 11 નવેમ્બર સુધી આ જૂની નોટો ચાલી શકશે.

bank

બોટાદ માર્કેટીગ યાર્ડ 10 અને અને 11 નવેમ્બર બંધ રહેશે


500 અને 1૦૦૦ ની નોટ બંધ થતા બોટાદ માર્કેટ યાર્ડમાં 10 અને 11 નવેમ્બરે હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપાર કરતા વેપારીઓને તકલીફ ન પડે તે માટે યાર્ડ દ્વાર આ નિર્ણય લેવાયો છે.

atm gujarat
English summary
Photos: How common people suffered due to, Modi's new currency ban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X